ટંકારાના ઘુનડા ગામે જુગાર રમતા મહિલા સહીત પાંચ ઝડપાયા

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

        મોરબી જીલ્લા પોલીસવડા ડો. કરનરાજ વાઘેલાની સુચના અને ડીવાયએસપી બન્નો જોશીના માર્ગદર્શન હેઠળ ટંકારા પીએસઆઈ એલ બી બગડાની ટીમના ફિરોઝખાન પઠાણ, ભાવેશભાઈ વરમોરા, હસમુખ પરમાર, રવિભાઈ ગઢવી, વિશ્વરાજસિંહ ઝાલા સહિતની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન બાતમીને આધારે ઘુનડા સજ્જનપર રોડ પર દરોડો કર્યો હતો

        જે દરોડામાં જુગાર રમતા સંજય હીરાભાઈ સોમૈયા, મોહન પ્રેમજીભાઈ હડીયલ, તેજપાલભાઈ કાનાભાઈ બારૈયા, નયનાબેન બીપીનભાઈ અઘારા અને ચેતનાબેન નવીનભાઈ ગુર્જર એમ પાંચને ઝડપી લઈને રોકડ ૩૪૯૫૦, મોબાઈલ નંગ ૫ કીમત ૯૫૦૦, સ્વીફ્ટ કાર કીમત રૂ ૨,૫૦,૦૦૦ સહીત કુલ ૨,૯૪,૪૫૦ ની કિમતનો મુદામાલ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

Comments
Loading...
WhatsApp chat