Billboard ad 1150*250 Billboard ad 1150*250

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત મોરબીમાં “ફીટ ઇન્ડિયા ફ્રિડમ રન” નું આયોજન

નહેરુ યુવા કેન્દ્ર મોરબી યુવા કાર્યક્રમ અને રમત મંત્રાલય ભારત સરકાર અને જે . એ.પટેલ મહિલા કોલેજ મોરબી દ્વારા આઝાદીકા અમૃત મહોત્સવ ના ભાગરૂપે તારીખ ૨૫ મી સપ્ટેમ્બર 2021 ના રોજ ફીટ ઇન્ડિયા ફ્રીડમ રન નું આયોજન કરવામાં આવેલ છે. જિલ્લા યુવા અધિકારી સચિન પાલ દ્વારા જણાવવામાં આવ્યું કે તારીખ 13 મી ઓગસ્ટ 2021 થી 2જી ઓક્ટોબર 2021 સુધી આઝાદીકા અમૃત મહોત્સવના ભાગરૂપે રાષ્ટ્રવ્યાપી ફિટ ઇન્ડિયા ફ્રીડમ રન નું આયોજન સમગ્ર ભારતમાં કરવામાં આવેલ છે. આ અનુસંધાનમાં મોરબી જિલ્લામાં 25 મી સપ્ટેમ્બર 2021ના રોજ ફિટ ઇન્ડિયા ફ્રીડમ રન નું આયોજન કરવામાં આવેલ છે. કાર્યક્રમનો મુખ્ય હેતુ યુવાનો પોતાના સ્વાસ્થ્ય પ્રતે જાગૃત થાય અને ફિટનેસ કા ડોઝ આધા ઘંટા રોજ ના સૂત્ર ને અંગીકાર કરીને ફિટનેસને પોતાના જીવનનું એક ભાગ બનાવે એ છે.આ કાર્યક્રમ અંતર્ગત ૭૫ યુવાનો ભાગ લેશે. કાર્યક્રમ અંતર્ગત શ્રીમતી જે. એ. પટેલ મહિલા કૉલેજ છાત્રાલય રોડ થી જીઆઇડીસી રોડ, શનાળા રોડ ,સરદાર બાગ થી જે.એ.પટેલ મહિલા કોલેજ સુધી દોડ લગાવવામાં આવશે. કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે સાંસદ સભ્ય શ્રી મોહન ભાઈ કુંડારિયા ,જીલ્લા કલેકટરશ્રી , જીલ્લા વિકાસ અધિકરીશ્રી, પોલીસ અધિક્ષક, પ્રાંત અધિકારી, મોરબી નગરપાલિકાના પ્રમુખશ્રી, નગરપાલિકાના ઉપપ્રમુખ , નગરપાલિકાના ચીફ ઓફિસર ને સાદર આમંત્રિત કરવામાં આવ્યું છે. કાર્યક્રમમાં ભાગ લેનાર તમામ યુવાનોને સર્ટીફીકેટ તથા પ્રથમ ત્રણ વિજેતા ને ટ્રોફી દ્વારા એનાયત કરવામાં આવશે. આ કાર્યક્રમનુ સમગ્ર આયોજન જિલ્લા યુવા અધિકારી સચિન પાલ, આચાર્ય ડૉ.પી. કે પટેલ જે. એ પટેલ મહીલા કૉલેજ અને એન. એસ. એસ પ્રોગ્રામ ઓફિસર પ્રો. વનિતા કગથરા દ્વારા કરવામાં આવેલ છે.

Comments
Loading...
WhatsApp chat