મત્સ્ય ખેડૂત દિવસ : મત્સ્યપાલન દ્વારા મત્સ્ય ઉત્પાદન વિષે જાણો વિગતે

આમ તો માછલીનો શિકાર કરી પકડાવની પદ્ધતિ યુગોપુરાણી છે પરંતુ જેમ જેમ વધુને વધુ માછલી પકડવાની તરકીબોનો વિકાસ થતો ગયો તેમ તેમ માછલીનો જથ્થો માર્યાદિત થઇ ઘટવા લાગ્યો છે એટલે ઈ.સ. ૧૯૫૦ આસપાસ માછલીના વૈજ્ઞાનિક અભ્યાસને આધારે મીઠાપાણીની કેટલીક જતો જેવી કે કટલા, રોહુ, મૃગલ, કાલ્બાસુ, સિલ્વરકાર્પ, ગ્રાસકાર્પ વગેરે જે ઓછા સમયમાં ઝડપી વિકાસ પામી માર્કેટમાં વહેંચાણ થઇ સકે તેટલી સાઈઝ સુધી વૃદ્ધિ પામી સકે છે.

તેવી માછલીઓને નાના તળાવો અથવા નાની જળરાશીમાં ઉછેરવાની પદ્ધતિઓ વિકસાવવાના પ્રયત્નો દક્ષીણ ઈસાઈ દેશોમાં શરુ થયા આવા વૈજ્ઞાનિક પ્રયોગો દરમિયાન સૌ પ્રથમ ભારત ખાતે પ્રો. હીરાલાલ ચૌધરી નામના મત્સ્ય વૈજ્ઞાનિકને પ્રેરિત સંવર્ધન દ્વારા માછલીનું પ્રજનન કરાવી હેચરીમાં ઈંડા-બચ્ચા મેળવવાની પદ્ધતિ વિકસાવવામાં તા. ૧૦ જુલાઈ ૧૯૫૭ ના રોજ સફળતા મળી એટલે જ ભારત સરકાર દ્વારા આજના દિવસને મત્સ્ય ખેડૂત દિવસ તરીકે ઉજવવામાં આવે છે. કારણકે આ પદ્ધતિથી માછલી પકડવાને બદલે તેનો વૈજ્ઞાનિક રીતે ઉછેર કરી ઉત્પાદન કરવાની “મત્સ્ય ખેતી” શક્ય બની અને માછીમારને બદલે મત્સ્ય ખેડૂત બન્યો. આપણો ગુજરાતમાં પણ સરકારી હેચરીઓ પીપોદ્રા, ઉકાઈ, લિંગડા, વાલોડ ખાતે પ્રેરિત સંવર્ધન દ્વારા મેળવેલ પ્રમાણિત બિયારણ મત્સ્ય ખેડૂતોને પૂરું પાડવામાં આવે છે

હવે તો ભરૂચ, સુરત, વલસાડ અને કચ્છ જીલ્લામાં કેટલીક હેચરીઓ પણ બિયારણ ઉત્પન્ન કરી સરકારે નિયત કરેલ ભારે મત્સ્ય ખેડૂતોને પૂરું પાડે છે આજથી પંદર વર્ષ પહેલા ઉછેરવા લાયક માછલીનું બિયારણ કલકત્તા, બંગાળથી લાવવું પડતું હતું જયારે આજે ગુજરાત માછલીના બિયારણ ક્ષેત્રે સ્વનિર્ભર છે એટલું જ નહિ પાડોશી રાજ્યો રાજસ્થાન-મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારના મત્સ્ય ખેડૂતો પ્રમાણિત બિયારણ ગુજરાતમાંથી લઇ જાય છે ગુજરાતમાં દરેક જીલ્લાના નાના મોટા સિંચાઈ તળાવો અને ડેમોમાં સારી જાતની માછલીઓનું બિયારણ ઉછેરી સ્ટોક કરી સારું વ્યાપારિક ઉત્પાદન મેળવવામાં આવે છે રાજ્ય સરકાર દ્વારા આવા નાના તળાવો સ્થાનિક મંડળીના સભ્યોને રોજગારના હેતુથી તળિયાની કિંમતે ઈજારાપર અપાય છે અને મોટા ડેમોની જાહેર હરાજી કરી ઈજારદારો સાથે સ્થાનિક લોકોને રોજગારી આપવાની બાહેંધરી સાથે ઉંચી બોલી બોલનારને ઇજારાપર આપવામાં આવે છે આદિવાસી વિસ્તારોમાં સ્થાનિક આદિવાસીઓને જ આં લાભ આપવામાં આવે છે.

મોરબી જીલ્લાના માળિયા (મી.) ના નાનારણ વિસ્તારમાં ચોમાસામાં કુદરતી રીતે થતો જીંગા નામની માછલીનો ઉછેર

મોરબી જીલ્લાના માળિયા (મી.) તાલુકાના નવલખી, વવાણીયા, જાજાસરથી પૂર્વ તરફ જતા અખાતના પાણી ઓછા થતા જાય છે અને surajbariથી આગળ રણવિસ્તાર શરુ થઇ જાય છે જ્યાં સામાન્ય રીતે દરિયાઈ પાણી લગભગ નહીવત થતું જાય છે પરંતુ ચોમાસા દરમિયાન મચ્છુ-બનાસ નદીના પાણી કચ્છના નાના રણ વિસ્તારમાં ફેલાઈ ખારા-મીઠા પાણીનું મિશ્રણ થઇ અને રણકાંઠાના ગામો કચ્છનું સુરજબારી, કાજરડા, હાંજીયાસર, ધ્રાંગધ્રા, પાટડી વિસ્તાર ભાંભરા પાણીનો છીછરો વિસ્તાર બની જાય છે અને અખાત સાથે જોડાઈ જાય છે આ સમય દરમિયાન જુન-જુલાઈમાં કચ્છના અખાતના દરિયાઈ વિસ્તારમાં મળી આવતા નાના જીંગા સોનૈયાની જાતણા જીંગા દરિયામાં પ્રજનન કરી કુદરતી રીતે જન્મતા બચ્ચાઓ ખોરાક માટે પૂર્વ તરફના રણ વિસ્તારમાં ભાંભરા પાણીના આ છીછરા વિસ્તાર તરફ મોટા જથ્થામાં મચ્છુ બનાસના નવા નીરથી આકર્ષાઈ છેક કુડા, ધ્રાંગધ્રા, પાટડી વિસ્તાર સુધી ઉપર ચડે છે અને નદી-વોકળામાં વરસાદી પાણીમાં રહેલા કાંપ તથા સમૃદ્ધ ખોરાક મેળવી વૃદ્ધી વિકાસ પામે છે

એક કે દોઢ માસમાં આ રણ વિસ્તારમાંથી પાણી ઓછું થવા લાગે એટલે ૩૦-૪૦ દિવસના ઉછરેલ બચ્ચા પરત અખાત તરફ પરત ફરવા શરુ થાય છે આ દરમિયાન માળિયાના રણકાંઠાના સ્થાનિક લોકો પાછા ફરતા જીંગાને પકડવા કુટુંબ કબીલા સાથે લાગુ પડતા નજીકના વિસ્તારમાં કેમ્પ કરી નાની સપાટ હોળી લઇ ગુંજાનામની મોઢેથી પહોડી અને પાછળ સાંકળી બેગ જેવી નાની જાળ દ્વારા તેમજ પટ્ટી આકારના જાળ બાંધીને આ જીંગાનો માર્ગ રોકી પકડી લેવામાં આવે છે સુરજબારી, લાખિયાસર, કુડા, અઆવા પકડાયેલ જીંગાના મોટા કલેક્શન સેન્ટરો છે જ્યાંથી વેરાવળ, પોરબંદરણા પ્રોસેસિંગ હાઉસ, આવા જીંગાની મોટા પાયે ખરીદી કારી પ્રોસેસિંગ કરી, ફ્રોઝન પીયુડી બ્લોકની વિદેશમાં નિકાસ કરે છે આ રીતે રાજકોટ અને કચ્છ જીલ્લાનાપછાત રણકાંઠાના લોકોને ચોમાસા દરમિયાન કુદરતી રીતે ઉછેર થતા જીંગા સોનૈયા નામની માછલી દ્વારા રોજીરોટીની તક પૂરી પાડવામાં આવે છે જે કુદરતની કરિશ્મા નહિ તો બીજું શું ?

(માહિતી સ્ત્રોત : વી. જે. ઠાકર – નિવૃત નાયબ મત્સ્યોદ્યોગ નિયામક)

Comments
Loading...
WhatsApp chat