મોરબીના રંગપર નજીક ફેક્ટરીના બોઈલર વિભાગમાં આગ, Video

ફાયરની ટીમે બે કલાકની જહેમત બાદ કાબુ મેળવ્યો

        વાંકાનેરના અદેપર નજીકની ફેકટરીમાં આગ લાગ્યાની ઘટના તાજી છે ત્યારે આજે મોરબીના રંગપર નજીકની ફેક્ટરીમાં આગ ભભૂકી ઉઠતા ફાયરની ટીમ દોડી ગઈ હતી અને બવે કલાક બાદ આગ પર કાબુ મેળવાયો હતો

        મોરબીના રંગપર નજીક આવેલી ગોવર્ધન સીલીકેટ નામની ફેક્ટરીના બોઈલર વિભાગમાં આગ ફાટી નીકળી હતી અને આગના બનાવની જાણ થતા જ મોરબી ફાયર ટીમના ડી ડી જાડેજા, વિનય ભટ્ટ, વસંત પરમાર અને પ્રીતેશ નગવાડીયા સહિતની ટીમ દોડી ગઈ હતી અને પાણીનો મારો ચલાવ્યો હતો જોકે આગના લબકારા વધુ હોય જેથી ફાયરની ટીમને આગ પર કાબુ મેળવવા ભારે મથામણ કરવી પડી હતી અને સતત બે કલાક સુધી પાણીનો મારો ચલાવ્યો હતો ત્યારે આગ પર કાબુ મેળવી શકાયો હતો આગને પગલે કોઈ જાનહાની થયાના અહેવાલો પ્રાપ્ત થયા નથી તો ફેકટરીમાં આગને પગલે કેટલું નુકશાન થયું તે પણ તપાસ બાદ માલૂમ પડશે

Comments
Loading...
WhatsApp chat