



મોરબી જીલ્લામાં આજે બે સ્થળે આગના બનાવો બન્યા હતા મોરબીના વીરપરડા ગામની સીમ તેમજ વાંકાનેર તાલુકાના મોટા ભોજપરા ગામની સીમમાં આગ લાગી હતી જેથી ફાયર ટીમે આગ પર કાબુ મેળવ્યો હતો
આગના પ્રથમ બનાવમાં મોરબીના વીરપરડા ગામની સીમમાં કોઈ કારણોસર આગ લાગી હતી જેથી મોરબી ફાયર ટીમ દોડી ગઈ હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો આગ ગામની સીમમાં લાગી હતી જેથી કોઈ જાનહાની કે નુકશાની થવા પામી નથી જયારે મોટા ભોજપરા ગામમાં પણ આગ લાગ્યાની જાણ થતા મોરબી ફાયરની ટીમ દોડી ગઈ હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો જે આગ પણ સીમમાં લાગી હતી જેથી કોઈ જાનહાની કે નુકશાની થવા પામી નથી



