


મોરબીના મોડપર ગામે આજે સવારના સુમારે વાડાઓમાં આગ ફાટી નીકળતા ફાયરની ટીમ દોડી ગઈ હતી અને સતત ચાર કલાક સુધી જહેમત ઉઠાવી આગ પર કાબુ મેળવ્યો હતો.
મોરબીના મોડપર ગામે આજે સવારના સુમારે આગ ફાટી નીકળી હતી અને વાડાઓમાં રાખેલા કણબમાં આગ લાગતા પાંચ વાડામાં આગ ભભૂકી ઉઠી હતી જેને પગલે મોરબી ફાયરની ટીમના હર્ષદ પટેલ, વિજય અને વસીમ સહિતની ટીમ દોડી ગઈ હતી અને પાણીનો મારો ચલાવ્યો હતો જોકે આગ પર કાબુ મેળવવા ફાયરની ટીમે ચાર કલાક સુધી જાહેમત ઉઠાવવી પડી હતી અને ચાર કલાક બાદ અગ પર કાબુ મેળવી શકાયો હતો આગને કારણે કોઈ જાનહાની થવા પામી નથી પરંતુ વાડામાં પડેલા કણબનો જથ્થો બળી ગયો હતો તેમજ આગ ક્યાં કારણોસર લાગી તે જાણી સકાયું નથી

