જેઈલ રોડ પર ફટાકડની દુકાનમાં આગ, અફરાતફરીનો માહોલ

મોરબીના જેઈલ રોડ પર આવેલી નોવેલ્ટી ફટાકડા નામની દુકાનમાં બપોરના સમયે આગ લાગતા દુકાનના સંચાલકે ફાયરની ટીમને તુરંત જાણ કરતા ફાયરની ટીમ દોડી આવી હતી અને આગ પર કાબુ મેળવવા માટે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા એટલું જ નહિ પરંતુ ફાયરની સાથે પીજીવીસીએલની ટીમ, એ ડીવીઝન પોલીસ, ડીઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ દોડી આવી હતી ભરચક્ક વિસ્તારમાં ફટાકડાની દુકાનમાં આગ લાગતા નાસભાગ મચી હતી અને લોકોના જીવ પડીકે બંધાયા હતા. આખરે ફાયરની ટીમે અડધો કલાક સુધી જહેમત ઉઠાવીને આગ પર કાબુ મેળવી લીધો હતો. ત્યારે ઉપસ્થિત લોકોને જીવમાં જીવ આવ્યો હતો જોકે બાદમાં આ એક મોકડ્રીલ હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું જેથી લોકોને સુખદ આશ્ચર્ય પણ થવા પામ્યું હતું. દિવાળીના તહેવાર દરમિયાન ફટાકડા સ્ટોલમાં આગ જેવી દુર્ઘટનાના બનાવોને પહોંચી વળવા માટે તંત્ર સજ્જ છે જેનું આજે ડેમોટ્રેશન એટલે કે મોડડ્રીલ કરવામાં આવી હતી જેથી લોકો ભયમુક્ત વાતાવરણમાં તહેવારો ઉજવી સકે અને કમનસીબે જો આવી દુર્ઘટના સર્જાય તો તે અંગે તંત્રએ પુરતી તૈયારી કરી હોવાનું આશ્વાસન પણ વિભાગો દ્વારા આપવામાં આવ્યા હતા.

Comments
Loading...
WhatsApp chat