



મોરબી નજીક આવેલી પ્લાસ્ટીકની ફેકટરીમાં વહેલી સવારે કોઈ કારણોસર આગ ભભૂકી ઉઠી હતી અને ફાયરની ટીમે સ્થળ પર પહોંચીને પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવ્યો હતો
મોરબીના કંડલા હાઈવે પર આગેલ ઓસીસ સિરામિક સામેની બહુચર પ્લાસ્ટિક નામની ફેકટરીમાં સવારના સુમારે આગ લાગ્યાની જાણ થતા ફાયરની ટીમના વિનયભાઈ ભટ્ટ, કિશનભાઈ ભટ્ટ, ડી ડી જાહેજા સહિતની ફાયરની ટીમ દોડી ગઈ હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો આગ ક્યાં કારણોસર લાગી તે જાણી સકાયું નથી તો આગને પગલે કોઈ જાનહાની ના થતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો અને કલાકથી વધુ સમય સુધી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવી લેવામાં સફળતા મળી છે
તો આગની ઘટના અંગે ફેક્ટરી માલિકે ૧૦૮ ટીમને જાણ કરી હતી પરંતુ ૧૦૮ ટીમે બેદરકારી દાખવી હોય અને ફાયર ટીમને મોડી જાણ થઇ હોવાનું પણ સુત્રોમાંથી જાણવા મળી રહ્યું છે



