


મોરબીના શનાળા બાયપાસ પાસે આવેલા કોમ્પ્લેક્સ નજીક પડેલા ટાયરના જથ્થામાં અચાનક આગ લાગી હતી. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા બાજુમાં પાર્ક કરેલા બે ડમ્પર પણ આગની ઝપટમાં આવી ગયા હતા.આ ઘટનાના પગલે સ્થળ પર લોકોના ટોળે ટોળા એકઠા થયા હતા. ફાયરબ્રિગેડનો સ્ટાફ ઘટના સ્થળે દોડી જઇ આગ પર કાબુ મેળવી લીધો હતો. જોકે ત્યાં સુધીમાં આગની ઝપટમાં આવી ગયેલા બંને ડમ્પર ખાખ થઈ ગયા હતા. આગ લાગવાનું કોઈ ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. પરંતુ આ આગ ફટાકડાના કારણે લાગી હોવાની શક્યતા વર્તાઈ રહી છે.જયારે બીજા બનાવામાં ધક્કાવાડી મેલડી માતાજીના મંદિર સામે આવેલ રેલવેના વર્કશોપમાં પડેલા લાકડામાં મોડીરાત્રીના આગ લાગી હતી.આ આગની જાણ થતા ફાયરની ટીમે ધટના સ્થેળે દોડી જઈને આગ પર કાબુ મેળવ્યો હતો. આ આગ ફટાકડાના કારણે લાગી હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું