


મોરબીના લખધીરપુર રોડ પર આવેલ ગ્રાન્ડ વૈભવ હોટલ સામેના કારખાનામાં આગ લાગતા ફાયર બ્રિગેડની દોડી હતી. લખધીરપુર રોડ પરના શ્રી શક્તિ પેકેજીંગ નામના ઓદ્યોગિક એકમમાં સવારે ૧૧ વાગ્યે લાગેલી આગ પર કાબુ મેળવવા ફાયરની ટીમ સ્થળ પર દોડી ગઈ હતી અને પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવ્યો હતો આગને પગલે કોઈ જાનહાનીના અહેવાલો પ્રાપ્ત થયા નથી. ૧૧ વાગ્યાથી લાગેલી આગ પર ફાયરની બે ટીમોએ બે કલાક જહેમત ઉઠાવ્યા બાદ કાબુ મેળવાયો હતો. પેકેજીંગના યુનિટના ડામર વિભાગમાં આગ લાગી હતી જોકે કોઈ જાનહાની નહિ થતા કારખાનાના સંચાલક સહિતનાઓએ રાહતનો શ્વાસ લીધો હતો.