B.Sc ફાઇનલ યર રિઝલ્ટમાં જાણો કઇ કોલેજના સ્ટૂડન્ટ્સએ પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમ પોતાને નામે કર્યા.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના તાજેતરમાં આવેલ B.Sc. Sem 6 ના રિઝલ્ટમાં નવયુગ મહિલા સાયન્સ કોલેજે નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે. મોરબી જિલ્લાની તમામ સાયન્સ કોલેજમાંથી પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમ નવયુગ કોલેજની વિદ્યાર્થિનીઓએ મેળવ્યો છે.

પ્રથમ નં. ભિમાણી હીના ૯૬.૧૮%, દ્વિતીય નં. જોષી હેતીષા ૯૬.૦૦%, તૃતીય નં. ધરોડીયા સપના ૯૫.૪૫% એ મેળવ્યો હતો. આ સિવાય ટોપ ૧૦ માં બીજા ૪ સ્ટૂડન્ટ્સ પણ સ્થાન પામ્યા છે.

સેમ. ૧ થી ૬ ના ઓવરઓલ માર્કિંગના આધારે મોરબી જિલ્લા ટોપ-૧૦ માં ૭ સ્ટૂડન્ટ્સ સ્થાન પામ્યા છે, જે સ્ટૂડન્ટ્સ અને સ્ટાફની સાતત્યપૂર્વકની મહેનત તરફ નિર્દેશ કરે છે. આવા અભૂતપૂર્વ રિઝલ્ટ બદલ સંસ્થાના પ્રમુખ પી. ડી. કાંજીયા અને પ્રિન્સિપાલશ્રી ડૉ. વરૂણ ભીલાએ સ્ટૂડન્ટ્સ અને સ્ટાફને અભિનંદન પાઠવ્યા છે.

Comments
Loading...
WhatsApp chat