મોરબી જીલ્લામાં રાત્રી દરમિયાન કેટલો વરસાદ વરસ્યો, જાણો….

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

મોરબી જીલ્લામાં રાત્રી દરમિયાન ફરી મેધરાજા મહેબાન થયા હતા અને તમામ જીલ્લામાં પોતાનું હેત વરસાવ્યું હતું.મોરબી જીલ્લામાં રાત્રીના ભારે પવન અને ગાજવીજ સાથે શરુ થયેલ વરસાદને પગલે મોરબીવાસીઓને ગરમીના ઉકળાટમાંથી મુક્તિ મળી હતી.મોરબી જીલ્લામાં રાત્રી દરમિયન મોરબીમાં ૨૯ એમએમ, ટંકારામાં ૪૦ એમએમ, હળવદમાં ૨૫ એમએમ, વાંકાનેર અને માળીયામાં ૨ એમએમ વરસાદ નોંધાયો હતો. રાત્રી દરમિયાન ધોધમાર વરસાદ વરસતાની સાથે શહેરના રોડ પર પાણી ફરી વળ્યા હતા જેથી કરીને વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.નવરાત્રીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે હવામાન વિભાગની આગાહી વચ્ચે વરસાદી વરસી રહ્યો છે જેથી આયોજકો અને ગરબા રસિયાઓમાં ચિંતા જોવા મળી રહી છે.

Comments
Loading...
WhatsApp chat