Billboard ad 1150*250

હળવદના ચાડધ્રા ગામે હિટાચી મશીન લઈ જવા બાબતે મારામારી

0 599

હળવદના ચાડધ્રા ગામે હિટાચી મશીન લઈ જવા બાબતે મારામારી

હળવદ તાલુકાના ચાડધ્રા ગામે હિટાચી મશીન લઈ જવા બાબતે બોલાચાલી થઈ હતી બાદ બે જૂથ વચ્ચે સામસામી મારામારી થઈ હતી જેમા બંને પક્ષેના લોકોને ઇજાઓ થતાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હોય જે બનાવ મામલે હળવદ પોલીસે સામસામી ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે

મળતી માહિતી મુજબ પોરબંદરના રાણાવાવ ગામે વાડી પ્લોટમાં રહેતા રવિદાનભાઈ કનુભાઈ ઇસરાણી જાતે ગઢવી (ઉં.વ. ૪૩) નું હિટાચી મશીન હળવદ તાલુકાના ચાડધ્રા ગામે હતું જે હિટાચી મશીન લેવા માટે તે ગયા હતા ત્યારે કિરીટભાઈ હરિસંગભાઈ ટાપરિયાએ તેઓને હીટાચી મશીન લઈ જવાનું નથી તેમ કહીને ગાળો આપી બોલાચાલી કરી હતી અને તેના જમણા કાન પાસે લોખંડનો પાઈપ મારીને ઈજા કરી હતી ત્યારે અન્ય શખ્સોએ પણ તેની સાથે માથાકૂટ કરીને ડાબા હાથ ઉપર મુંઢ ઇજાઓ કરી હોય જે મામલે રવિદાનભાઈએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશનમાં કિરીટભાઈ હરિસંગભાઇ ટાપરિયા, નવલદાન આંબાદાન ટાપરીયા, દોલતભાઈ હરિસંગભાઈ ટાપરિયા, ધર્મેન્દ્ર માધુભા ટાપરિયા અને દિનેશ હરીસં ભાઈ ટાપરીયા રહે- તમામ ચાડધ્રા વાળાઓની સામે ફરિયાદ નોંધાવી છે

તો સામા પક્ષેથી હળવદ તાલુકાના ચાડધ્રા ગામે રહેતા દોલતભાઈ હરિસંગભાઈ ટાપરિયાએ રવિદાનભાઈ કનુભાઈ ઇસરાણી રહે રાણાવાવ, સંજય ગંભીરદાન ગઢવી રહે ચાડધ્રા તેમજ નિતિશ હરીસંગ ગઢવી રહે સરી, જીલ્લો અમદાવાદ વાળાની સામે માર માર્યો હોવાની અને જાનથી મારી નાખવાની ધમકી દીધી હોવાની ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું ચ્ચે કે આરોપી રવિદાનભાઈ ગઢવીનું હિટાચી મશીન ચાડધ્રા ગામે હતુ જે મશીનને નદીમાં ચલાવવાનું નથી તેમ કહેતાં આરોપી એકદમ ઉશ્કેરાઈ ગયેલા અને ગાળો બોલવા લાગ્યા હતા અને ફરીયાદીને મોઢા પર મુક્કો માર્યો હતો તેવી જ રીતે દિનેશભાઈને નીતીશભાઈએ કાન પાસે હથોડી મારી હતી જેથી કાન પાસેથી તેઓને લોહી નીકળવા લાગ્યા હતા આમ લાકડી વડે માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હોય જે મામલે હળવદ પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે તો હળવદ પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે

Vinayak Honda Morbi festive Offer
Comments
Loading...
WhatsApp chat