મોરબીમાં વાવડી રોડ વિસ્તારના રહીસોની પાલિકામાં ઉગ્ર રજૂઆત

મોરબીમાં ગંદકીનો પ્રસન દિવસે-દિવસે વિકરાળ બનતો જાય છે.પાલિકા કચેરીએ દરરોજ અલગ-અલગ સોસાયટીના રહીસો રજૂઆત કરવા આવે છે છતાં પણ પાલિકા દ્વારા કોઈ નક્કર પગલા ભરવામાં આવતા નથી અને લોકોને ખાલી ખોટા આશ્વાસન આપી રવાના કરી દેવામાં આવે છે એવામાં વાવડી રોડ પર આવેલ ગાયત્રી નગર,કુબેર નગરમાં ઉભરાતી ગટરોથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે એવામાં આ વિસ્તારોમાં રોડની સમસ્યા યથાવત છે.હાલ સમગ્ર રાજય સ્વાઇન ફ્લુના ભરડામાં છે તેવામાં આ સોસાયટીના રહીસોને પણ ગટરના ગંદા પાણીથી રોગચાળો ફેલાવાનો ભય સતાવી રહ્યો છે.જે મામલે આજ રોજ આ વિસ્તારના રહીસોએ જીલ્લા કલેકટર,મામલતદાર પાલિકા કચેરી અને ધારાસભ્યને રોડ ઝડપથી બનાવવા અને લોકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને ગંદકી દુર કરવા લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે.હવે જોવાનું રહ્યું છે મોરબી શહેર ગંદકીના ધેરાવ માંથી ક્યારે બાર આવશે અને લોકોને પડતી હાલાકી ક્યારે દુર થશે?આ મોટો પ્રસન બની ગયો છે.

Comments
Loading...
WhatsApp chat