મોરબીની સિવિલ હોસ્પિટલના દર્દીઓને મીઠાઈ વહેંચીને તહેવારોની ઉજવણી

હાલ સાતમ આઠમના તહેવારો આવી પહોંચ્યા છે અને સૌ કોઈ તહેવારોની ઉજવણીમાં મગ્ન બન્યું છે ઉમંગ અને ઉલ્લાસથી સૌ કોઈ તહેવારો ઉજવી રહ્યા છે ત્યારે મોરબીની સંસ્થાએ દર્દીઓ સાથે તહેવારની ઉજવણી કરી હતી

મોરબીના નાની વાવડી ગામના યુવાનોનું ગ્રુપ ઓફ ૫૨ દ્વારા તહેવારોની અનોખી અને પ્રેરણાદાયી ઉજવણી કરવામાં આવી હતી જેમાં ગ્રુપના યુવાનોએ શહેરની સિવિલ હોસ્પિટલના દર્દીઓને મીઠાઈ વિતરણ કરી હતી અને સૌ કોઈ દર્દીને ભેટ સ્વરૂપે મીઠાઈ આપીને ખુશીઓ વહેંચી હતી આજે સૌ કોઈ તહેવારોના માહોલમાં જલસા કરી રહ્યા છે ત્યારે આ યુવાનોએ તહેવારોની પ્રેરણાદાયી ઉજવણી કરી હતી

ગ્રુપના સભ્યો જયસુખભાઈ પડસુંબીયા, ભરતભાઈ પડસુંબીયા, હર્ષદભાઈ પડસુંબીયા અને વિપુલભાઈ પડસુંબીયા સહિતના સભ્યોએ મીઠાઈઓ સાથે ખુશી વહેંચીને પર્વની સાર્થક કહી સકાય તેવી ઉજવણી કરી હતી

Comments
Loading...
WhatsApp chat