Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબીના સુરજ્બાગ નજીક બેફામ ગંદકી, રોગચાળાનો લત્તાવાસીઓને ભય

મોરબીના સુરજ બાગ નજીક આવેલ માધાપર વિસ્તારમાં બેફામ ગંદકી ફેલાતી હોય જેથી લત્તાવાસીઓને સતત રોગચાળાનો ભય જોવા મળે છે ત્યારે આ મામલે લત્તાવાસીઓએ પાલિકા તંત્રને રજૂઆત કરી છે

મોરબીના માધાપર અંબિકા રોડના રહેવાસીઓએ આજે પાલિકા કચેરીએ પહોંચીને તંત્રને રજૂઆત કરી હતી જેમાં જણાવ્યું છે કે સુરજ્બાગ તરફ જતા રોડ નજીક શાક માર્કેટને પગલે બેફામ ગંદકી ફેલાઈ છે અને ગંદકીને કારણે સીનીયર સીટીઝન માટેનો સુરજ બાગ બિનઉપયોગી બની રહે છે તો અતિશય ગંદકીને કારણે રોગચારો ભરડો લે તેવો ભય લોકોને સતાવી રહ્યો છે

વરસાદ પડતા કચરાના ઉકરડામાંથી અતિશય દુર્ગંધ ફેલાય છે અને લોકો બીમારીનો ભોગ બને તે પૂર્વે તંત્ર જાગી તુરંત કાર્યવાહી કરે તેવી માંગ કરી છે તો ગટરની લાઈન બ્લોક થવાને પગલે ગંદા પાણી ઉભરાય છે અને ગંદકીના ઉકરડા સાથે ગંદા પાણી ભળતા સમસ્યા વધી રહી છે જેથી યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે

Comments
Loading...
WhatsApp chat