


વાંકાનેર તાલુકાના વડસર નજીક દીપડાએ દેખા દેતા ગ્રામજનોમાં ભય જોવા મળ્યો છે થોડા દિવસો પૂર્વે પણ દીપડાએ દેખા દીધા હતા અને એક દીપડો પાંજરે પુરાયો હતો ત્યારે હવે ફરી દીપડો દેખાયો છે અને એક નીલગાયના બચ્ચા પર હુમલો કર્યો હતો જોકે ગ્રામજનોએ નીલગાયના બચ્ચનો જીવ બચાવી લીધો હતો
વાંકાનેરના વીડી વિસ્તારમાં દીપડાનો કાયમી વસવાટ જોવા મળતો હોય અનેક વખત દીપડા દેખા દેતા ગ્રામજનો સતત ભયના મહોલા જોવા મળતા હોય છે ત્યારે જડેશ્વર રોડ પર વડસર દરગાહ નજીક દીપડો દેખાયો હતો અને દીપડાએ નીલગાયના બચ્ચા પર હુમલો કરી દીધો હતો ત્યારે નજીકમાં રહેતા માલધારી પરિવારે બચ્ચાની ચીસો સાંભળી આવી જતા દીપડાને ખદેડી દીધો હતો અને નીલગાયના બચ્ચાનો જીવ બચી ગયો હતો તો વાંકાનેર ફોરેસ્ટ ઓફિસર નરોડીયાનો સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે આ અંગે ગ્રામજનોએ કોઈ જાણ કરી નથી જોકે આ વિસ્તારમાં દીપડાનો વસવાટ હોવાથી દીપડા અવરનવાર દેખાતા હોવાનું જણાવ્યું હતું

