મોરબીમાં વ્યાજની પઠાણી ઉઘરાણી મામલે પિતા-પુત્રનો યુવાન ઉપર ઘાતકી હુમલો

મોરબીમાં વ્યાજે આપેલા રૂપિયાની પઠાણી ઉઘરાણી કરી યુવાન ઉપર  પિતા-પુત્રએ હુમલો કરીને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો બનાવ સામે આવ્યો છે.

આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી વિશાલભાઇ નરેન્દ્રભાઇ ગાંધીએ આરોપી નિરવભાઇ અશોકભાઇ ગંદા અને તેના પિતા અશોકભાઇ ગંદા પાસેથી વ્યાજે પૈસા લીધા હતા. જેનું ઉચું વ્યાજ ચુકતે કરી આપેલ હોવા છતા આરોપીઓએ વિશાલભાઇ પાસેથી વધુ પૈસા પડાવવાના હેતુથી પઠાણી ઉઘરાણી કરી સતામણી કરીઆરોપી નિરવે તેનું એ.ટી.એમ.કઢાવી લઇ ગાળો ભાંડી ઢીકાપાટુનો માર મારીને  વિશાલભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.હાલ મોરબી સીટી એ ડિવીઝન પોલીસે ઇ.પી.કો. કલમ-૩૮૪,૩૨૩,૫૦૪,૫૦૬(૨), ૧૧૪ તથા ગુજરાત નાણાની ધીરધાર કરનારઓ બાબતનો અધીનિયમ-૨૦૧૧ ની કલમ-૪૦,૪૨ મુંજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Comments
Loading...
WhatsApp chat