મોરબી નજીક ફેકટરીના લેબર ક્વાર્ટરમાં સગીરા સાથે પિતા-પુત્રએ દુષ્કર્મ આચર્યાની ફરિયાદ

 

મોરબી વાંકાનેર હાઈવે પર આવેલ સિરામિક ફેકટરીમાં રહીને મજુરી કરતા શ્રમિક પરિવારની સગીર વયની માનસિક અસ્થિર દીકરીને પિતા-પુત્રએ હવસનો શિકાર બનાવી હતી અનેક વખત દુષ્કર્મ આચરી ધમકી આપ્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે

ચકચારી બનાવની મળતી વિગતો મુજબ મોરબી વાંકાનેર હાઈવે પર આવેલ સિરામિક ફેક્ટરીના લેબર કવાટર્રમાં રહેતી સગીરા સાથે દુષ્કર્મનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમાં ભોગ બનનાર સગીરાની માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે આરોપી કમલેશ કરશન વાઘેલા અને સુનીલ કમલેશ વાઘેલા એમ બંને પિતા પુત્રએ ફરિયાદીની સગીર વયની દીકરીને અનેક વખત હવસનો શિકાર બનાવી હતી જેમાં ફરિયાદીની સગીર વયની દીકરી સાથે પિતા અને પુત્રએ અલગ અલગ સમયે બળજબરીપૂર્વક શરીર સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યાની પોલીસ ફરિયાદ નોંધાવી છે

 

મોરબી તાલુકા પોલીસે આરોપી પિતા-પુત્ર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે આરોપી કમલેશ વાઘેલા ભોગ બનનાર સગીરાનો સાવકો પિતા હોવાનું જાણવા મળ્યું છે

Comments
Loading...
WhatsApp chat