


હળવદના ચરાડવા ગામે પિતા-પુત્રે વાડીના શેઢા બાબતે મહિલાને મારમારી હોવાની હળવદ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
હળવદના ચરાડવા ગામે રહેતી જનકબેન પ્રવીણભાઇ સોનાગ્રા (ઉ.વ ૩૨) નામની મહિલાને વાડીનો સેઢો ખોદતા હોવાથી તેમને આરોપી ઉકાભાઈ સોનગ્રા અને ગોપાલ ઉકાભાઈ સોનગ્રાં એ ખોદકામ કરવાની ણા પાડતા બન્ને ઉશ્કેરાયા હતા અને આરોપી ઉકાભાઇએ જનક્બહેને બીભસ્ત ગાળો આપી પાવડા ના હાથા વડે વાસામાં તેમજ ડાબા કાંડા ઉપર એક એક ઘા મારી મુંઢ ઇજા કરી હતી તેમજ આરોપી ગોપાલએ ફરી ને ઢીકાપાટ્ટુ વતી મુઢ માર મારી ને જાનથી મારી નાખાવાની ઘમકી આપી હોવાની હળવદ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.હળવદ પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

