



મોરબી જીલ્લામાં હાર્દિક પટેલને સમર્થન મળી રહ્યું છે અને વિવિધ ગામોમાં હાર્દિક પટેલના સમર્થનમાં ઉપવાસ તેમજ રામધુન સહીતના કાર્યક્રમો પાટીદારો દ્વારા યોજવામાં આવી રહ્યા છે
મોરબીના ખાનપર અને આમરણ ગામે પ્રતિક ઉપવાસ અને રામધુન દ્વારા પાટીદારો હાર્દિક પટેલને સમર્થન પૂરું પાડી રહ્યા છે જયારે તે ઉપરાંત ધરમપુર અને લક્ષ્મીનગર ગામે પાટીદારોએ ધરણા કર્યા હતા જે સ્થળની ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ મુલાકાત લીધી હતી તો ટંકારાના સજ્જનપર ગામે પાટીદારોએ રામધુન સહિતના કાર્યક્રમો યોજીને હાર્દિક પટેલને સમર્થન પૂરું પાડ્યું હતું
આમરણાંત ઉપવાસ પર ઉતરેલા હાર્દિક પટેલને મોરબી જીલ્લાના ગ્રામ્ય પંથકમાં વસતા પાટીદારો દ્વારા સમર્થન મળી રહ્યું છે અને વારાફરતી વિવિધ ગામોમાં રામધુન તેમજ પ્રતિક ઉપવાસ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે



