


મોરબી જીલ્લાના મોરબી, માળીયા, ટંકારા અને હળવદ તેમજ વાંકાનેર તાલુકાના ખેડૂતોના પાકવીમાના પ્રશ્ને ખેડૂતો માટે ગત તા. ૨૧-૦૯ થી કોંગ્રેસ આગેવાન ખેડૂતોને સાથે રાખીને ઉપવાસ આંદોલન શરુ કર્યું છે જે આંદોલનકારીઓએ જીલ્લા કલેકટરને આવેદન પાઠવીને તાકીદે પાક્વીમાંની માહિતી ના અપાય તો કચેરીને તાળાબંધીની સહિતના આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
મોરબી કોંગ્રેસ અગ્રણી સુખાભાઈ કુંભારવાડિયા ખેડૂતોના પાક્વીમાં પ્રશ્ને સેવાસદન ખાતે ઉપવાસ આંદોલન ચલાવતા હોય જે ઉપવાસ આંદોલનને ૧૨ દિવસ વીત્યા બાદ પણ કોઈ કાર્યવાહી કરવામાં ના આવતા જીલ્લા કલેકટરને લેખિત આવેદન પાઠવીને જણાવ્યું છે કે ઉપવાસીઓ પાસે કોઈ અધિકારી આવ્યા નથી. ઉપવાસ આંદોલન અંગે આપને માહિતગાર કરવામાં આવ્યા હતા તો શું આ અંગે મામલતદાર, ડીડીઓ કે ખેતીવાડી અધિકારીને તમે જાણ કરી છે. જો તમારી પાસે પાક્વીમાંની માહિતી ના હોય તો લેખિતમાં જવાબ આપો જેથી આંદોલનકારી ઉપવાસ પૂર્ણ કરે અને ઉગ્ર આંદોલન શરુ કરે. ખેડૂતોના પાક્વીમાં માટેની સરકારની કોઈ જવાબદારી ના હોય તો ખેડૂતોને પાક્વીમાં પ્રીમીયમમાંથી મુક્ત કરે. તાલુકા વાઈઝ અને ગામ વાઈઝ જે ક્રોપ કરવામાં આવે છે તે પ્રથા નાબુદ કરો. આ અંગે યોગ્ય કાર્યવાહી નહિ કરાય તો જીલ્લા સેવાસદનને તાળાબંધી સહિતના આંદોલન શરુ કરવામાં આવશે તેમજ કૃષિ મંત્રીનું રાજીનામું માંગવામાં આવશે. તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે.