મોરબીના પ્રાણ પ્રશ્નોને વાચા આપવા એક દિવસના પ્રતિક ઉપવાસ

ધારાસભ્ય-કોંગ્રેસ અગ્રણીઓ કરશે પાલિકાના પટાંગણમાં ઉપવાસ આંદોલન

મોરબી નગરપાલિકા વિસ્તારમાં અનેક પાયાના પ્રશ્નો ખદબદતા હોય અને પાલિકા તંત્ર લોકોને રોડ રસ્તા, પાણી અને સફાઈ જેવી સુવિધા આપવામાં ઉણું ઉતર્યું હોય જેથી લોકોના પ્રશ્નોને વાચા આપવા માટે ધારાસભ્ય અને કોંગ્રેસ અગ્રણીઓ એક દિવસના પ્રતિક ઉપવાસ કરશે

મોરબી શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા તા. ૨૩ ને સોમવારના રોજ સવારે ૧૦ થી ૫ કલાક દરમિયાન નગરપાલિકા કચેરીના પટાંગણમાં એક દિવસના પ્રતિક ઉપવાસ કરશે. મોરબી શહેરની પ્રજા પરસેવાની કમાણીમાંથી નગરપાલિકાને વેરા ભરે છે

પરંતુ પ્રજાને ધૂળિયા રસ્તા, કચરાના ઢગલા અને શેરીઓમાં અંધારા જોવા મળે છે તેમજ પીવાના પાણી સહિતના પ્રશ્નો ખદબદતા હોય જેનો ઉકેલ લાવવામાં પાલિકા તંત્ર નિષ્ફળ રહ્યું છે ત્યારે સોમવારે યોજાનાર એક દિવસીય પ્રતિક ઉપવાસમાં ધારાસભ્ય બ્રિજેશ મેરજા, શહેર કોંગ્રેસ પ્રમુખ રાજુભાઈ કાવર, પાલિકાના વિપક્ષના નેતા કે.પી.ભાગિયા તેમજ નગરપાલિકાના ચૂંટાયેલા સદસ્યો અને કાર્યકરો ઉપવાસ આંદોલનમાં જોડાશે

Comments
Loading...
WhatsApp chat