Billboard ad 1150*250

મોરબીના માધાપરમાં ગટરના પ્રશ્ને ઉપવાસ આંદોલન વેગવંતુ, સ્થાનિકોના પણ પ્રતિક ઉપવાસ…

0 101
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

        મોરબીના માધાપર વિસ્તારમાં ઉભરાતી ગટર અને ગંદા પાણીના તલાવડા મુદે સ્થાનિક આગેવાન દ્વારા ઉપવાસ આંદોલન શરુ કરવામાં આવ્યું છે જે આંદોલન સતત ચાર દિવસથી ચાલી રહ્યું છે જોકે પ્રશ્ન જેમનો તેમ છે તો સ્થાનિક આગેવાન સાથે લત્તાવાસીઓ પણ આંદોલનમાં જોડાઈને સહયોગ આપી રહ્યા છે 

        મોરબીના માધાપર વિસ્તારમાં ઉભરાતી ગટર અને ગંદકીના પ્રશ્ને સ્થાનિક આગેવાન અનિલભાઈ હડીયલ દ્વારા આમરણાત ઉપવાસ શરુ કરવામાં આવ્યા છે જે આંદોલનને ચાર દિવસ વીત્યા છે હજુ તંત્રને શરમ આવી નથી ત્યારે ઉપવાસ આંદોલનમાં સ્થાનિક લોકો પણ જોડાયા છે અને લત્તાવાસીઓ પણ પ્રતિક ઉપવાસમાં સાથે જોડાઈને આંદોલનને વેગવંતુ બનાવી રહ્યા છે તેમજ હજુ તંત્ર નહિ જાગે તો મસ્જીદ રોડ, મહેન્દ્રપરા મેઇન રોડ જડેશ્ર્વર રોડ તેમજ અયોદ્યાપુરી રોડ ચોકડીએ રસ્તા રોકો આંદોલન તેમજ નગરપાલીકાના અધિકારીઓને આ ગટર ગંગાના સરોવરમાં ચાલીને પાર કરાવવા, નગરપાલીકાની ઘેરાબંધી સહિતના કાર્યક્રમો આપવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે 

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat