મોરબીના બિયારણ વિક્રેતાઓની દુકાનમાં ખેતીવાડી ટીમનું સરપ્રાઈઝ ચેકિંગ

       

                          હાલ ચોમાસું નજીક છે અને ખેડૂતો ખાતર બિયારણ જેવી ચીજવસ્તુઓની ખરીદી શરુ કરવાના હોય ત્યારે મોરબી પંથકમાં બિયારણ વિક્રેતાઓની દુકાનમાં આજે તંત્ર દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ કરવામાં આવ્યું હતું

                      ખેતીવાડી ગુણવત્તા નિયંત્રણ રાજકોટ વિભાગની ટીમેં મોરબીના અધિકારીઓને સાથે રાખીને આજે બિયારણ વિક્રેતાઓની દુકાનોમાં સરપ્રાઈઝ ચેકિંગ કર્યું હતું જેમાં નવા બસ સ્ટેન્ડ, જુના બસ સ્ટેન્ડ અને માર્કેટિંગ યાર્ડ સહિતના વિસ્તારમાં આવેલી ૧૦ જેટલી બિયારણ વિક્રેતાઓની દુકાનમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું

                   બિયારણ વિક્રેતાઓને બિયારણ વેચાણ લાયસન્સ ઉપરાંત બિયારણ પ્રિન્સીપાલ સર્ટીફીકેટ ઉમેરવાનું હોય છે જે પૂરતા દસ્તાવેજો વિના જ વેચાણ કરનાર બિયારણ વિક્રેતાઓ ધ્યાન પર આવ્યા હતા. આજે ચેકિંગ દરમિયાન ૧૦ માંથી ૭ દુકાનોમાં પૂરતા દસ્તાવેજો ના હોવાથી અંદાજે ચાર લાખની કિમતનો જથ્થો સ્થગિત કરવામાં આવ્યો છે.

                  આ કાર્યવાહીમાં નાયબ ખેતી વિસ્તરણ અધિકારી ડી.ડી. પટેલ, એચ.જી. સાણજા અને એચ. એલ. ઘીણોયા સહિતની ટીમ સાથે જોડાઈ હતી તો બીજી તરફ સરપ્રાઈઝ ચેકિંગને કારણે બિયારણ વિક્રેતાઓમાં પણ ભય અને ફફડાટ જોવા મળ્યો હતો.

Comments
Loading...
WhatsApp chat