મોરબી જીલ્લા પંચાયત કચેરીમાં ખેડૂતોને પાક્વીમાં મુદે માર્ગદર્શન અપાયું

મોરબી જીલ્લા પંચાયત કચેરીએ પ્રમુખની ઉપસ્થિતિમાં બેઠક યોજવામાં આવી હતી જેમાં ખેડૂતોને પાક્વીમાં મુદે વિસ્તૃત જાણકારી આપીને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું

મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા તથા જિલ્લા પંચાયતના સદસ્ય અમુ ભાઈ હુંબલ દ્વારા મોરબી અને માળિયાના સરપંચ, ખેડુત ખાતેદાર અને મંડળીના પ્રમુખોને મગફળી અને કપાસના પાક વીમા માટે માહિતગાર કરવા અને માર્ગદર્શન આપવા માટે મિટિંગનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં યોજનાકીય બાબતોથી માહિતગાર કરવામાં આવેલ અને પાક વીમા યોજના અંગેની સંપૂર્ણ જાણકારી તથા માર્ગદર્શન તજજ્ઞ દ્વારા આપવામાં આવ્યું હતું

Comments
Loading...
WhatsApp chat