

માળિયા તાલુકાના ૧૨ ગામના ખેડૂતોને માળિયા બ્રાંચ કેનાલમાંથી નર્મદાનું પાણી મળતું ના હોય અને બીજી તરફ પાણી ચોરીને પગલે ખેડૂતો સિંચાઈથી વંચિત રહેતા હોય જેથી ઉપવાસ આંદોલન શરુ કર્યા છે જોકે તંત્રના પ્રયાસો બાદ પણ બે કલાક જ પાણી મળ્યાના ગંભીર આક્ષેપ ખેડૂત દ્વારા કરવામાં આવ્યા છે
માળિયાના ખાખરેચી, કુંભારિયા, વેજલપર, વેણાસર સહિતના ૧૨ ગામના ખેડુતોને માળિયા બ્રાંચ કેનાલ મારફત પાણી મળતું ના હોય ઉપરથી થતી પાણીચોરીને કારણે છેવાડાના ગામો પાણીથી વંચિત રહેતા હોય જેના કપાસ અને મગફળી સહિતના પાકો નિષ્ફળ જવાની આરે ઉભા છે ત્યારે રજૂઆત કરીને થાકી ગયેલા ખેડૂતોએ આંદોલનનું શસ્ત્ર ઉગામીને સોમવારથી ખેડૂતોએ ઉપવાસ આંદોલન શરુ કર્યું હતું
તો ખાલી કેનાલોમાં ઉભા રહીને મહિલાઓ, ખેડૂતો અને યુવાનોએ પાણી આપો પાણી આપોના પોકાર લાગવીને રામધુન બોલાવી હતી તો ખેડૂતોના આંદોલન બાદ જીલ્લા કલેકટર સોમવારે સાંજે કેનાલ પહોંચ્યા હતા અને પાણી ચોરી રોકવા કડક આદેશો આપ્યા બાદ રાત્રીના પાણી આવવાનું શરુ થયું હતું અને ખેડૂતો હરખાયા હતા જોકે ખેડૂતોની ખુશી લાંબી ટકી ના હતી અને માંડ ૨ કલાક જેટલો સમય પાણી આવ્યું હોય જે પુરતું ના હોવાનું ખેડૂતોએ જણાવ્યું હતું તો મંગળવારે પણ ખેડૂતોએ ઉપવાસ આંદોલન ચાલુ રાખ્યું હતું તેમજ બુધવારે પણ આંદોલન યથાવત રહેશે તેમ જણાવ્યું હતું