Billboard ad 1150*250 Billboard ad 1150*250

માળીયાના ૧૨ ગામના ખેડૂતોનું નર્મદા બ્રાંચ કેનાલમાંથી પાણી માટે આંદોલન

જીલ્લા કલેકટર કેનાલની મુલાકાતે , પાણીચોરી રોકવા કવાયત

માળિયા તાલુકાના ૧૨ ગામના ખેડૂતોને માળિયા બ્રાંચ કેનાલમાંથી નર્મદાનું પાણી મળતું ના હોય અને બીજી તરફ પાણી ચોરીને પગલે ખેડૂતો સિંચાઈથી વંચિત રહેતા હોય જેથી આજે ખેડૂતોએ ઉપવાસ આંદોલન શરુ કર્યા છે અને રામધુન બોલાવી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો

માળિયાના ખાખરેચી, કુંભારિયા, વેજલપર, વેણાસર સહિતના ૧૨ ગામના ખેડુતોને માળિયા બ્રાંચ કેનાલ મારફત પાણી મળતું ના હોય ઉપરથી થતી પાણીચોરીને કારણે છેવાડાના ગામો પાણીથી વંચિત રહેતા હોય જેના કપાસ અને મગફળી સહિતના પાકો નિષ્ફળ જવાની આરે ઉભા છે ત્યારે રજૂઆત કરીને થાકી ગયેલા ખેડૂતોએ આંદોલનનું શસ્ત્ર ઉગામીને આજે હલ્લાબોલ કર્યો હતો જેમાં ખાખરેચી ગામે ૧૨ ગામના ખેડૂતો એકત્ર થયા હતા જ્યાંથી રેલી સ્વરૂપે કેનાલ ખાતે પહોંચ્યા હતા તો રેલી દરમિયાન સરકાર સામે ઉગ્ર આક્રોશ વ્યક્ત કરતા નારાઓ લગાવી પાણી આપો પાણી આપોના પોકાર લગાવ્યા હતા તો રેલી કેનાલ ખાતે પૂર્ણ કરી હતી જ્યાં ઉપવાસી છાવણીમાં ખેડૂતો ઉપવાસ આંદોલન શરુ કર્યું હતું તો ખાલી કેનાલોમાં ઉભા રહીને મહિલાઓ, ખેડૂતો અને યુવાનોએ પાણી આપો પાણી આપોના પોકાર લાગવીને રામધુન બોલાવી હતી

કલેકટર પણ કેનાલની મુલાકાત માટે પહોંચ્યા

આજે ખેડૂતોના આંદોલન બાદ જીલ્લા કલેકટર આર જે માંકડિયા કેનાલની મુલાકાતે પહોંચ્યા હતા અને જાત નિરીક્ષણ કરીને પાણી ચોરી રોકવા માટે પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો ત્યારે ખેડૂત આંદોલનને પગલે જીલ્લા કલેકટર કેનાલે પહોંચ્યા હતા કે પછી રૂટીન કાર્યવાહી મુજબ કલેકટર પહોંચ્યા તે કહી સકાય તેમ નથી જોકે ખેડૂતોનું આંદોલન રંગ લાવ્યું છે તેમ કહી સકાય

Comments
Loading...
WhatsApp chat