મોરબીના ઘૂટું ગામે ખેડૂતોએ લસણ રોડ પર ફેંકી કર્યો વિરોધ, જુઓ Video

રાજ્યમાં ખેડૂતોને લસણના પૂરતા ભાવો મળતા ના હોય જેથી વિવિધ સ્થળોએ ખેડૂતો ઉગ્ર આંદોલન ચલાવી રહ્યા છે અને રસ્તા પર લસણ ફેંકી વિરોધ કરવામાં આવી રહ્યો છે જેમાં આજે ઘૂટું ગામ નજીક ખેડૂતોએ લસણ રોડ પર ફેંકી વિરોધ દર્શાવ્યો હતો

મોરબી નજીકના ઘૂટું ગામના ખેડૂતો આજે હાઈવે પર લસણ ફેંકી અનોખો વિરોધ નોંધાવ્યો હતો અને ખેડૂતોને લસણના પૂરતા ભાવો મળતા ના હોય જેથી ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે અને રોડ પર લસણ ફેંકી ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો હતો અને રસ્તા પર લસણ ફેંકી દેતા લસણ પરથી વાહનો પસાર થયા હતા અને ખેડૂતોએ ઉગ્ર સુત્રોચ્ચાર કરી વિરોધ દર્શાવ્યો હતો

જુઓ વિડીયો……………….

Comments
Loading...
WhatsApp chat