માળિયાના ખેડૂતોએ પાક્વીમાં મુદે અન્યાય અને સિંચાઈના પ્રશ્ને મોરચો માંડ્યો

ખેડૂતોએ જીલ્લા કલેકટરને આવેદન પાઠવ્યું

માળિયા તાલુકાના ખેડૂતોને ગત વર્ષનો પાકવીમો મળ્યો ના હોય તેમજ ચાલુ વર્ષે ઓછા વરસાદથી ઉભો પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે ત્યારે આજે માળિયા તાલુકાના ખેડૂતોએ કલેકટર કચેરીએ મોરચો માંડ્યો હતો

ખેડૂત અન્યાય નિવારણ અને વિકાસ સમિતિ માળિયાના અમીનભાઈ ભટ્ટીની આગેવાની હેઠળ આજે માળિયા તાલુકાના ખેડૂતોએ જીલ્લા કલેકટરને આવેદન પાઠવ્યું હતું જેમાં જણાવ્યું છે કે ગત વર્ષે અતિવૃષ્ટિમાં માળિયામાં ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો છે જેનો વીમો મળ્યો નથી પૂરગ્રસ્ત વિસ્તાર જેવા કે ફતેપર, વીરવદરકા, હરીપરને પક્વીમાં ના આપીને અન્યાય કરવામાં આવ્યો છે ત્યારે માળિયા પંથકમાં ખેડૂતોને ૧૦૦ ટકા પાકવીમો આપવા તેમજ ૫૦૦૦ વીઘા જમીનને સિંચાઈની સુવિધાની માંગ કરી હતી

ચાલુ વર્ષે અપૂરતા વરસાદને પગલે ખેડૂતોની માઠી દશા જોવા મળે છે અને ઉભો પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે જેથી નર્મદા કેનાલ મારફત સિંચાઈની સુવિધા આપવાની ખેડૂતોએ માંગ કરી હતી તેમજ આગામી દિવસોમાં આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે

Comments
Loading...
WhatsApp chat