મોરબીના ગુંગણ-કૃષ્ણનગર ગામના ખેડૂતોને ગત વર્ષનો પાકવીમો મળ્યો નથી !

૨ ગામના ૫૦૦ ખેડૂતોએ પાક્વીમાં મામલે કરી રજૂઆત

મોરબી તાલુકાના ગુંગણ અને કૃષ્ણનગર ગામના ખેડૂતોને ગત વર્ષનો પાકવીમો મળ્યો ના હોય જે મામલે આજે ખેડૂતોએ જીલ્લા કલેકટરને આવેદન પાઠવીને પાક્વીમાં મામલે ઉગ્ર રજૂઆત કરી હતી

મોરબીના ગુંગણ ગામના ખેડૂતોએ સરપંચ દિગ્વિજયસિંહ પ્રવીણસિંહ જાડેજા અને હરીભાઈ આહીરની આગેવાનીમાં કલેકટરને આવેદન પાઠવ્યું હતું જેમાં જણાવ્યું છે કે ગુંગણ અને કૃષ્ણનગર ગામે વર્ષ ૨૦૧૭ નો પાકવીમો મળ્યો નથી વર્ષ ૨૦૧૭ માં મગફળીનું ખુબ બહોળા પ્રમાણમાં વાવેતર કરેલ હતું તથા ક્રોપ કટિંગ પણ થયેલ છે ક્રોપકટિંગમાં પણ જે પસંદગીના સર્વે નંબરમાં જ અખતરાઓ ગોઠવેલ હતા તો પણ પાકવીમો મળેલ નથી આ બે ગામના ૫૦૦ ખેડૂતોની આશરે ૧૫૦૦ હેક્ટર જમીનનો પાકવીમો મળ્યો નથી જેથી ખેડૂતોની નમ્ર અરજ છે કે વહેલી તકે પાકવીમો આપવામાં આવે તેવી માંગ કરી હતી
નર્મદા કેનાલમાંથી પાણી આપવાની માંગ

તે ઉપરાંત ગુંગણ અને કૃષ્ણનગરમાં ઓછો વરસાદ થયો હોય જેથી પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે જેથી કૃષ્ણનગર ગ્રામ પંચાયત દ્વારા આજે ધ્રાંગધ્રા બ્રાંચ કેનાલમાંથી પાણી પહોંચાડવામાં આવે તો પાક બચી સકે છે અને પશુઓને પીવાનું પાણી મળી રહે તેમ હોવાનું જણાવીને વહેલી તકે યોગ્ય પગલા ભરવાની માંગ કરી છે તેમજ બ્રાંચ કેનાલમાંથી પેટા કેનાલમાં પાણી પહોંચતું ના હોય જેથી પુરતો જથ્થો આપવાની માંગ કરવામાં આવી હતી

Comments
Loading...
WhatsApp chat