માળિયાના ખેડૂતોના આંદોલનનો સાતમો દિવસ, ગાંધીનગર કુચની ખેડૂતોની ચીમકી

માળિયાના ખેડૂતો રવિપાક માટે સિંચાઈની માંગ સાથે આંદોલન ચલાવી રહ્યા છે જે ઉપવાસ આંદોલન સાતમાં દિવસમાં પ્રવેશી ચુક્યું છે તો હવે ખેડૂતો સરકારના નીમ્ભર વલણથી થાક્યા છે અને આગામી દિવસોમાં ગાંધીનગર કુચ કરશે અને ઉગ્ર આંદોલન ચલાવશે તેમ ખેડૂત અગ્રણી જણાવી રહયા છે

માળીયા બ્રાન્ચ કેનાલ ખેડુત હીત રક્ષક સમીતી દ્વારા કેનાલમાં સિંચાઈના પાણીની માંગ સાથે ગત સોમવારથી આંદોલન ચલાવી રહ્યા છે જે આંદોલન સાતમાં દિવસમાં પ્રવેશી ચુક્યું છે છતાં હજુ સરકાર દ્નારા કોઈ આશ્વાસન કે ખાતરી આપવામાં આવી નથી તો ગઈકાલે ખેડૂતોએ રાજ્ય સરકારને પત્ર લખીને સુરેન્દ્રનગરમાં પણ મોરબી જેમ કેનાલોમાં પહેરો ભરવાની માંગ કરી હતી કારણકે ઉપરથી થતી પાણી ચોરીને લીધે પાણી માળિયા સુધી પહોંચતું નથી તો મોરબીનું તંત્ર ખાલી કેનાલોનો પહેરો ભરી રહ્યું છે અને આંદોલન છતાં સરકાર તરફથી મચક આપવામાં આવી ના હોય જેથી ખેડૂતોએ તાજેતરમાં બેઠક યોજી હતી

જેમાં બંદોબસ્ત ઢાંકી થી ૦ કીમી થી ૮૦ કીમી જરૂર છે તેમ જણાવી સરકાર અને તંત્રને જાગવાની અપીલ કરી છે અને ખેડૂતોના હિતમાં પાણી ચોરી અટકાવી તાકીદે પાણીની માંગ કરી છે અન્યથા મોરબી જીલ્લાના તમામ આગામી દિવસોમાં સુતી સરકારને જગાડવા માટે ગાંધીનગર સચીવાલય તરફ દાંડીકુચ કરશે તેમ જણાવ્યું છે

Comments
Loading...
WhatsApp chat