Billboard ad 1150*250

માળિયામાં અતિવૃષ્ટિથી ખેડૂતો પાયમાલ, ૧૦ ગામના ખેડૂતોની વીમો ચુકવવા માંગ, VIdeo

0 167
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

વીરવિદરકા ગામે ૧૦ ગામના ખેડૂતો થયા એકત્ર

સતત ત્રીજા વર્ષે ખેડૂતની માઠી દશા જોવા મળી

        મોરબી જીલ્લામાં ચાલુ વર્ષે સાર્વત્રિક વરસાદ વરસતા ખેડૂતોએ હોશભેર વાવણી કરી હતી જોકે બાદમાં પાછોતરા વરસાદથી ખેતરોમાં પાણી ભરાઈ જતા પાકો નિષ્ફળ જાય અને ખેડૂતોને નુકશાન સહન કરવું પડે તેવી સ્થિતિ નિર્માણ પામી છે. આવી જ સ્થિતિ માળિયા તાલુકામાં જોવા મળી રહી છે અને આજે માળિયાના ૧૦ ગામના ખેડૂતો પાકોને નુકશાન થતા વીમા માટે એકત્ર થયા હતા અને તાકીદે પાકવીમો ચૂકવાય તેવી માંગ કરી હતી.

Post ad 2

        મોરબી જીલ્લાના માળિયા તાલુકામાં અતિવૃષ્ટિની સ્થિતિને પગલે ખેતરોમાં પાણી ફરી વળ્યા છે અને પાકોને નુકશાન થયું છે ત્યારે આજે માળિયા તાલુકાના વીરવિદરકા, હરીપર, ફતેપર, માંણાબા, વાઘરવા, અર્જુનનગર, ભારતનગર, અણીયારી, કુંભારિયા અને વેજ્લપર એમ ૧૦ ગામોના ખેડૂતો, સરપંચ અને ખેડૂત આગેવાનો આજે એકત્ર થયા હતા અને ખેતરોમાં પાણી ફરી વળતા પાકોને નુકશાન જતા ખેડૂતોના અરમાનો પર પાણી ફરી વળ્યું છે જેથી ખેડૂતોએ માંગ કરી હતી કે ૨૫ ટકા તાત્કાલિક વીમો ચુકવવામાં આવે તેમજ બિયારણનું જે નુકશાન થયું છે તેની સહાય સરકાર ચુકવે તેવી માંગ કરી છે

ભીખ નહિ પરંતુ અમારો હક માંગીએ છીએ : ખેડૂત આગેવાનો

        ખેડૂત આગેવાનોએ જણાવ્યું હતું કે તેઓ ભીખ નહિ પરંતુ પોતાનો હક માંગી રહ્યા છે ખેડૂતો જે પ્રીમીયમ ભરે છે તેનો હક મળવો જોઈએ અને વીમા અંગે તાકીદે નિર્ણય નહિ લેવાય તો સ્થાનિક કક્ષાએ મામલતદાર, કલેકટરથી લઈને રાજ્ય સરકારમાં કૃષિ મંત્રી અને મુખ્યમંત્રી સુધી આવેદન પાઠવીને રજુઆતો કરવામાં આવશે તેમ પણ જણાવ્યું હતું.

સતત ત્રીજા વર્ષે માળિયાના ખેડૂતોની માઠી દશા :

        માળિયાના ખેડૂતો આ એક વર્ષ નહિ પરંતુ છેલ્લા ત્રણ વર્ષથી માઠી દશામાંથી પસાર થઇ રહ્યા છે વર્ષ ૨૦૧૭ માં અતિવૃષ્ટિથી પાકને નુકસાન થયું હતું તો વર્ષ ૨૦૧૮ દુષ્કાળનું રહ્યું હતું જયારે ચાલુ વર્ષે સારા વરસાદ બાદ છેલ્લા દિવસોમાં પડેલ વધુ વરસાદ અને ડેમોમાંથી પાણી છોડવાને લીધે ખેડૂતોને પાક નિષ્ફળ ગયા છે અને ખેતરોમાં પાણી ભરાઈ જતા ઉભા પાક મુરઝાઈ રહ્યા છે.

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat