Billboard ad 1150*250

હળવદના ૧૫ ગામના ખેડૂતો સિંચાઈના પાણી માટે કલેકટર કચેરી પહોંચ્યા

0 88
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

તાલુકા પંચાયતને રજૂઆત છતાં પરિણામ શૂન્ય

        હળવદ પંથકમાં વરસાદ ખેંચાયો હોય અને ખેડૂતોએ વાવેતર કર્યા બાદ સિંચાઈના પાણી માટે અગાઉ તાલુકા પંચાયતમાં હલ્લાબોલ કર્યા બાદ આજે ખેડૂતો જીલ્લા કલેકટર કચેરી પહોંચ્યા હતા અને પાણી માટે માંગ કરી હતી

        હળવદ તાલુકાના ખેડૂતોએ આજે જીલ્લા કલેકટરને પાઠવેલા આવેદનમાં જણાવ્યું છે કે નર્મદા ડી ૧૯ પસાર થાય છે જેમાંથી રણજીતગઢ, રાયસંગપુર, મયુરનગર, ચાડધ્રા, અમરાપર અને મિયાણી સહિતના ગામોને પિયત મળે છે ગત વર્ષમાં ચોમાસું નિષ્ફળ જતા દુષ્કાળની સ્થિતિ હતી અને હાલમાં પણ વરસાદ ખેંચાયો છે ખેડૂતોના હિત માટે અષાઢી બીજના દિવસે પિયત માટે પાણી છોડવામાં આવ્યું હતું જેથી ખેડૂતોએ ખર્ચ કરી કપાસ, જુવાર, બાજરીનું ૧૨ થી ૧૫ હજાર એકરમાં વાવેતર કર્યું છે અને હાલમાં ૮ થી ૧૦ દિવસ પિયત માટે પાણી આવેલ પરંતુ બાદમાં છેલ્લા ૧૦ દિવસથી ડી ૧૯ માં પાણી આવતું નથી જેથી ઉભા પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે અને ખેડૂતોના પાક નિષ્ફળ જશે તો દેવાદાર બની જશે જેથી તુરંત પાણી મળે તેવી વ્યવસ્થા કરવાની માંગ કરી છે

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat