માળીયા તાલુકાના 12 ગામના ખેડૂતો નર્મદાના નીર માટે સોમવારથી આંદોલનના માર્ગે

રવિવારે ખેડૂતોએ ખાલી કેનાલમાં સૂત્રોચ્ચાર કર્યા

માળીયા તાલુકામાંથી માળીયા બ્રાન્ચ કેનાલ પસાર થતી હોવા છતાં ખેડૂતો પાણી માટે વલખા મારી રહ્યા છે અને ઉભા પાક નિષ્ફળ જવાની આરે ઉભા છે ત્યારે ખેડૂતો હવે આંદોલન શરૂ કર્યું છે જેમાં આજે ખાલીખમ કેનાલોમાં ઉભા રહીને ખેડૂતોએ સૂત્રોચ્ચાર કર્યા હતા અને સોમવારથી ત્રણ દિવસના ઉપવાસ આંદોલનનો પ્રારંભ થશે

માળીયા તાલુકાના 12 ગામના ખેડૂતો પાણીથી વંચિત હોય અને સિંચાઇના પાણીની માંગ સાથે ગાંધીનગર સુધી રજુઆત કરવા છતાં કોઈ નિવેડો આવ્યો નથી ત્યારે ખેડૂત હિટ રક્ષક સમિતિના નેજા હેઠળ ખેડૂતોએ શનિવારે કલેકટરને આવેદન આપ્યું હતું જેમાં સોમવારથી ઉપવાસ આંદોલન શરુ કરવાની ચીમકી ઉચ્ચારવામા આવી છે તો રવિવારે ખેડૂતોએ ખાલી કેનાલોમાં ઉભા રહીને સરકાર સામે સૂત્રોચ્ચાર કર્યા હતા ખેડૂતોએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે નર્મદાનું પાણી સિંચાઈ માટે આપવાની જાહેરાત કરી હતી પરંતુ માળિયાના છેવાડાના ગામો સુધી પાણી પહોંચતું નથી અને ખેડૂતોના કપાસ મગફળી સહિતના ઉભા પાકો નિષ્ફળ જાય તેમ છે અને 2 થી 3 દિવસમાં પાણી ના મળે તો ખેડૂતો દેવાદાર બનશે જેથી સોમવારથી ખેડૂતો ત્રણ દિવસના ઉપવાસ આંદોલન કરીને વિરોધ નોંધાવશે

Comments
Loading...
WhatsApp chat