માળિયા બ્રાંચ કેનાલમાંથી પાણી ના મળતા સોમવારથી ખેડૂતોના ઉપવાસ આંદોલન

ત્રણ દિવસના ઉપવાસ કરી સરકાર સામે નોંધાવશે વિરોધ, ખેડૂતોએ આવેદન આપ્યું

મોરબી જીલ્લામાંથી પસાર હતી નર્મદા બ્રાંચ કેનાલમાંથી માળિયા તાલુકાના ખેડૂતોને સિંચાઈ માટેનું પાણી મળતું ના હોય જે અંગે રજુઆતો કરી થાકી ગયેલા ખેડૂતો હવે આંદોલન શરુ કરશે જેમાં આજે જીલ્લા કલેકટર મારફત રાજ્યના મુખ્યમંત્રીને આવેદન પાઠવ્યું છે

નર્મદા નહેર માળિયા (મી.) ખેડૂત હિત રક્ષક સમિતિ તા માળિયા દ્વારા આજે જીલ્લા કલેકટરને આવેદન પાઠવી જણાવ્યું છે કે અધિકારી અને પદાધિકારીને નર્મદા શાખા નહેર માળિયા શાખા ખેડૂત હિત રક્ષક સમિતિ દ્વારા રજૂઆત કરવામાં આવી છતાં પરિણામ શૂન્ય છે નર્મદા ડેમમાં નવા નીર વધવામાં છે અને દરરોજ નવા નીર ઉમેરાઈ રહ્યા છે પરંતુ શાખા નહેરમાં આવતા માળિયા તાલુકાને પાણી મળ્યું નથી જેથી ખેડૂતો પ્રતિક ઉપવાસ કરી વિરોધ નોંધાવશે જેમાં ત્રણ દિવસના પ્રતિક ઉપવાસમાં ૨૫ ખેડૂતો પ્રથમ દિવસે ૨૪ કલાક માટે એવી રીતે ત્રણ દિવસ અલગ અલગ ૨૫ ખેડૂતો તા. ૦૧, ૦૨ અને ૦૩ તારીખના રોજ ઉપવાસ કરશે

તે ઉપરાંત પ્રથમ દિવસે ઉપવાસી છાવણીની મુલાકાત માળિયા તાલુકાના નર્મદા કમાન્ડ પર આવતા કુલ મળીને ૧૨ ગામના ખેડૂતો બહોળી સંખ્યામાં ખાખરેચી ગામના પાદરમાંથી રામધુન ગાતા ગાતા ઉપવાસી છાવણી વેણાસર માર્ગ પર કેનાલ રોડ પર ધૂન ગાશે અને કેનાલના પ્રણામ કરીને ખેડૂત મિત્રો છુટા પડશે તો આંદોલન સંપૂર્ણ અહિંસક અને શાંત હશે અને કાર્યક્રમ દ્વારા ક્યાય પણ જાહેર મિલકતને નુકશાન નહિ પહોંચાડીએ તેની ખાતરી આપી મૌન ભાષામાં અમારી વેદના સમાયેલી હશે તેમ જણાવ્યું છે તેમજ છેલ્લા દિવસે કેનાલ પર ઉપવાસ પૂર્ણ કરીને ૨૫ વૃક્ષોનું વાવેતર કરાશે તેમ જણાવ્યું છે

આ મામલે ખેડૂતોએ તંત્રને રજૂઆત કરતા જણાવ્યું હતું કે કેનાલમાંથી ખેડૂતો દ્વારા દેડકા મુકીને પાણી ચોરી થાય છે જેથી કરીને છેવાડા વિસ્તારના ખેડૂતોને પાણી મળતું નથી આથી જરૂરી કાર્યવાહી કરીને પાણી ચોરી રોકવામાં આવે તો અમારો મરણતોડ થયેલ પાક ફરી સજીવ થઇ શકે નહીતર ખેડૂતોને રાતપાણીએ રોવાનો વારો આવશે.

Comments
Loading...
WhatsApp chat