ખેડૂતોને બેવડો માર, ટ્રેક્ટર પર ૨૮ % જીએસટીથી ખેડૂતની હાલત દયનીય

કોંગ્રેસ અગ્રણીએ કર્યા સરકાર પર પ્રહારો

મોરબી જીલ્લા પંચાયતના સદસ્ય અને પૂર્વ જીલ્લા કોંગ્રેસ પ્રમુખ મુકેશભાઈ ગામીએ ભાજપ સરકાર પર પ્રહારો કરતા જણાવ્યું છે કે આ સરકાર ખેડૂતોની હિતેચ્છુ હોવાની વાતો કરે છે પરંતુ ખેડૂતોને ડામ દેવાનો એકપણ મોકો ચૂકતી નથી. હાલમાં ખેતીમાં વપરાતા ટ્રેક્ટર પર અગાઉ જે પાંચ ટકા ટેક્સ હતો તે હવે ઉદ્યોગપતિઓની સરકારે જીએસટીમાં ટ્રેક્ટરને ૨૮ % સ્લેબમાં સમાવાતા ખેડૂતોની કમર તૂટી જશે.

વધુમાં જણાવ્યું છે કે ટ્રેક્ટર પર અત્યાર સુધી કોંગ્રેસની સરકાર હતી ત્યારે ફક્ત પાસીંગ ટેક્સ જ વસુલ કરવામાં આવતો હતો જોકે છેલ્લા બે દાયકાથી ગુજરાતમાં ભાજપની સરકાર છે. ત્યારથી ટ્રેક્ટરનો ટેક્સ ૩.૫૦ ટકા લેખે વસુલ કરવામાં આવે છે પરંતુ હવે આ ખેડૂત વિરોધી સરકારે ટ્રેક્ટરનો ટેક્સ પણ બમણો કરી નાખ્યો છે જેથી ખેડૂતોને હવે ૬ ટકા લેખે આજીવન રોડ ટેક્સ ભરવો પડશે ઉલ્લેખનીય ચેક એ ખેડૂતો દ્વારા જે ટ્રેક્ટર ખેતીકામ માટે ઉપયોગમાં લેવામાં આવે છે તેમાંથી મોટાભાગના ૧૦ વર્ષ સુધી કાર્યરત રહેતા હોય છે જેથી આ નીતિમાં સુધારો કરી ખેડૂતો પાસેથી વાર્ષિક ટેક્સ વસુલી સકાય તેવી જોગવાઈ કરવાની માંગ કરવામાં આવી છે.

Comments
Loading...
WhatsApp chat