Billboard ad 1150*250

માળિયા બ્રાંચ કેનાલમાંથી ખેડૂતોને પાણી માટે ધારાસભ્યે કરી માંગણી

0 108
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

વિધાનસભાની ચર્ચામાં ધારાસભ્યે કરી માંગ

Post ad 2
Post ad 3

        હાલ ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું હોય ત્યારે નર્મદા યોજનાને લગતી માંગણીઓ અંગેની ચર્ચામાં મોરબી-માળિયાના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ નર્મદાની માળિયા બ્રાંચ કેનાલનું પાણી ખેડૂતોને મળે તેવી માંગ કરી હતી

        વિધાનસભામાં ચર્ચા દરમિયાન ધારાસભ્ય મેરજાએ મોરબી-માળિયામાં નર્મદાની ધ્રાંગધ્રા બ્રાંચ કેનાલ, મોરબી બ્રાંચ કેનાલ અને માળિયા (મી.) બ્રાંચ કેનાલ દ્વારા ખેડૂતોને સિંચાઈનું પાણી સમયસર મળી રહે તેવી માંગણી વખતો વખત કરી છે જે અન્વયે પાણી તો છોડયું છે પરંતુ માળિયાના છેવાડાના ગામો જેવા કે ખીરઈ, કુંભારિયા, વેણાસર, ખાખરેચીને પાણી મળતું નથી તે ઉપરાંત ધ્રાંગધ્રા બ્રાંચ કેનાલનું સિંચાઈનું પાણી મોરબીના ચકમપર, જીવાપર, કેશવનગર અને સોખડા સહિતના ગામોને મળતું નથી મોરબી માળિયા વિસ્તારમાં વરસાદ ખેંચાયો છે ત્યારે ખેડૂતોનો એકમાત્ર આધાર નર્મદા બ્રાંચ કેનાલમાંથી પાણી મેળવી સિંચાઈ કરવાનો રહ્યો છે સુરેન્દ્રનગર જીલ્લામાં કેનાલનું પાણી આવતું અટકાવવા માટે જે અવરોધક બાબતો છે તે દુર થવી જોઈએ અને વિના વિલંબે કેનાલોના છેવાડાના ગામો સુધી પાણી મળી રહે તે જોવાની રાજ્ય સરકાર અને વહીવટી તંત્રની ફરજ બની રહે છે

        તે ઉપરાંત પાક્વીમાં પ્રશ્ને ધારાસભ્યએ ખેડૂતોને પાક્વીમાંનું પ્રીમીયમ ફરજીયાત ના ભરવું પડે તેવું ધોરણ અપનાવી મરજિયાત રાખવા માંગ કરી હતી ખેડૂતોને વાવણી નિષ્ફળ જાય તો પાક્વીમાંની ૨૫ ટકા રકમ તાત્કાલિક ચૂકવી દેવી જોઈએ ખેડૂતોના જીવન નિર્વાહ માટે પાકવીમો તુરંત મળે તેવી માંગ કરી હતી  

Post ad 4
Comments
Loading...
Share This
WhatsApp chat