મોરબી-માળિયા તાલુકામાં અતિવૃષ્ટિ નુકશાનના વળતરની હજુ પણ ખેડૂતો જોઈ રહ્યા છે રાહ

૨૨ હજારમાંથી ૭ હજાર ખેડૂતોને હજુ સુધી નથી મળ્યું વળતર

 

ગત ચોમાસાની સીઝન દરમીયાન મોરબી માળિયા તાલુકામાં અતિવૃષ્ટિને પગલે ખેડૂતોના પાકને નુકશાન થયું હોય જેથી મુખ્યમંત્રીએ નુકશાની અંગે સહાય યોજના જાહેર કરી હતી જોકે મોરબી અને માળિયા તાલુકામાં હજુ પણ ૭૦૦૦ જેટલા ખેડૂતોને સહાય ચૂકવાઈ ના હોવાની ચોકાવનારી વિગતો પ્રકાશમાં આવી છે

મોરબી માળિયા તાલુકમાં મગફળી, કપાસ જેવા પાકો લેવામાં આવે છે ચોમાસાની સીઝન દરમિયાન આ બંને તાલુકાના અતિવૃષ્ટિ પડી હોય અને ખેડૂતોનો ઉભો પાક સંપૂર્ણ રીતે નિષ્ફળ ગયો હતો જેથી સરપંચો દ્વારા અનેકવાર રજૂઆત કરવામાં આવી હતી અને બાદમાં મુખ્યમંત્રીને રજૂઆત કર્યા બાદ સરકાર દ્વારા ૧૭-૦૯-૨૦૨૨ ના રોજ સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું તો ખેતીવાડી વિભાગ દ્વારા ખેતરોના સર્વે કરી સહાય ચુકવણી શરુ કરવામાં આવી હતી પરંતુ હાલની સ્થિતિ પ્રમાણે ૨૨૦૦૦ ખેડૂતો સામે ૧૫૦૦૦ જેટલા ખેડૂતોને સહાયની ચુકવણી કરવામાં આવી છે તો ૭૦૦૦ જેટલા ખેડૂતને સહાયની ચુકવણી બાકી હોવાની માહિતી ખેતીવાડી વિભાગના અધિકારી હસમુખ જીંજવાડિયા પાસેથી પ્રાપ્ત થઇ છે

Comments
Loading...
WhatsApp chat