નર્મદાની ધ્રાંગધ્રા બ્રાંચ કેનાલમાં પાણીચોરી રોકવા ખેડૂતો મક્કમ, જાણો શું કર્યું ? Video

નર્મદાની બ્રાંચ કેનાલોમાંથી ખેડૂતોને પાણી મળતું નથી અને ખેડૂતો પાણી માટે આજીજી કરી રહ્યા છે ત્યારે બીજી તરફ પાણીચોરી થતી હોય અને તંત્ર પાણીચોરી રોકવા સક્ષમ ના હોય ત્યારે હવે ખેડૂતોએ જાતે જ પાણીચોરી રોકવાનો નિર્ધાર કર્યો છે તો ખેડૂતોએ ૧૨૪ કિમી લાંબી નહેરમાં પેટ્રોલિંગ શરુ કરી દીધું છે

નર્મદાની ધ્રાંગધ્રા બ્રાંચ કેનાલમાંથી ખેડૂતોને પાણી મળતું ના હોય અને બકનળી મૂકી તેમજ ગેરકાયદેસર પાળા બનાવી પાણી ચોરી કરવામાં આવતું હોય જે પાણીચોરી રોકવા તંત્રને કરેલી અનેક રજુઆતો છતાં કોઈ પગલા ભરાયા નથી અને ખેડૂતો હવે અપના હાથ જય જગન્નાથના સૂત્ર મુજબ જાતે જ લડી લેવાનો મક્કમ નિર્ણય કર્યો છે ૧૨૪ કિમી લાંબી કેનાલનું ખેડૂતોએ ટીમ બનાવી પેટ્રોલિંગ શરુ કરી દીધું છે

૨૦૦ ખેડૂતોએ શરુ કરેલા કેનાલના પેટ્રોલિંગમાં અનેક સ્થળેથી બકનળી અને પાળા મળી આવ્યા હતા જે દુર કરવામાં આવ્યા હતા તો ખેડૂતો જો પેટ્રોલિંગ કરીને પાણીચોરી રોકી સકતા હોય તો તંત્ર કેમ રોકી શકતું નથી તેવા સવાલો પણ ઉપસ્થિત થાય છે

Comments
Loading...
WhatsApp chat