Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબીના ધૂળકોટના વાડી વિસ્તારમાં માત્ર ૫ કલાક વીજળી મળતી હોવાથી ખેડૂતો પરેશાન

આમરણ પીજીવીસીએલ કચેરીએ ખેડૂતોએ આવેદન આપ્યું

 

આમરણ નજીક આવેલ ધૂળકોટ ગામના વાડી વિસ્તારમાં ખેડૂતોને પૂરી વીજળી મળતી ના હોય અને ૫ કલાક વીજળી આપવામાં આવતી હોવાથી ખેડૂતો પરેશાની ભોગવી રહ્યા છે અને આમરણ પીજીવીસિલ કચેરી ખાતે આવેદન પાઠવ્યું હતું

 

ધૂળકોટ એ.જી વાડી વિસ્તારના ખેડૂતોએ આમરણ પીજીવીસીએલ કચેરીએ આવેદન પાઠવી જણાવ્યું છે કે વાડી વિસ્તારમાં સમયસર લાઈટ આપવામાં આવતી નથી આઠ કલાકને બદલે ખેડૂતોને ૫ કલાક જ લાઈટ મળે છે જેથી ખેડૂતોને પાક નિષ્ફળ જવાની ભીતિ છે લીયાત પૂરી મળતી નથી અને લાઈટ કપાતા કપાતા આપવામાં આવે છે જેથી પીજીવીસીએલ અને જેટકો કંપનીને રજૂઆત કરી જણાવ્યું છે કે ૮ કલાક પુરતી વીજળી નિયમિત આપવામાં આવે અને પ્રશ્ન તાત્કાલિક નહિ ઉકેલાય તો ખેડૂતો આમરણ પીજીવીસીએલ કચેરી ખાતે ધરણા કરી વિરોધ નોંધાવશે

Comments
Loading...
WhatsApp chat