Billboard ad 1150*250

ખેડૂતોની અરજીઓ આઈ-ખેડૂત પોર્ટલ ઉપર ઓનલાઈન કરવાની તારીખ લંબાવાઇ

0 68
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

        મોરબી જિલ્લાના નાયબ ખેતી નિયામકની એક અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે મોરબી જિલ્લાના ખેડૂતોને સીઝનલ એગ્રીકલ્ચર ઓપરેશન સારૂ પાક ધિરાણ આપનાર તમામ બેન્કોને જણાવવાનું કે દિવેલા સિવાયના તમામ ખરીફ પાકો સારૂ ખેડૂતોને પાક ધિરાણ આપેલ હોય તેવા તમામ ખેડૂતોની વિગતો આઈ-ખેડૂત પોર્ટલ ઉપર ઓન લાઈન ડેટા એન્ટ્રી કરવાની છેલ્લી તારીખ ૧-૮-૨૦૧૯ નક્કી કરેલ હતી. જે હવે તારીખ:૧૫-૮-૨૦૧૯ સુધી લંબાવવામાં આવેલ છે.

        આથી તમામ બેન્કોને સુચના આપવામાં આવે છે કે, બેંક આપની દ્વારા પાક ધિરાણ આપેલ તમામ ખેડૂતોના પ્રીમિયમ તારીખ:૧૯-૭-૨૦૧૯ કપાત કરવા તેમજ ખેડૂતોની વિગતો દર્શાવતી નકલો તથા કપાત કરેલ પ્રીમિયમની રકમ તારીખ:૧-૮-૨૦૧૯ સુધીમાં વિમા કંપનીને મોકલી આપવા તેમજ ખેડૂતોની તમામ વિગતો તારીખ:૧૫-૮-૨૦૧૯ સુધીમાં આઈ-ખેડૂત પોર્ટલ ઉપર ઓન લાઈન ડેટા એન્ટ્રી ફરજીયાત પૂર્ણ કરવી. પાકધિરાણ મેળવેલ ખેડૂતોની વિગતો તારીખ:૧૫-૦૮-૨૦૧૯ સુધી ઓનલાઈન ડેટા એન્ટ્રી ન કરવામાં આવ્યેથી સંબંધિત બેન્કની જવાબદારી ગણવામાં આવશે જેની નોંધ લેવા વધુમાં જણાવાયું છે.

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat