મોરબીની કપોરીવાડી પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો

 

મોરબીની શ્રી કપોરીવાડી પ્રાથમિક શાળામાં ધોરણ-૮ ના વિદ્યાર્થીઓની વિદાય -સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ ભાવતા ભોજનનો કાર્યક્રમ યોજાયો હતો

મોરબી શહેરમાં આવેલ શ્રી કપોરીવાડી પ્રાથમિક શાળામાં ધોરણ 8 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનો વિદાય કાર્યક્રમ યોજાયો હતો.જેમાં વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમ રજુ કર્યા હતા.જેમા ગીતો, નાટક,નૃત્યની રજુઆત કરી હતી.

આ સાથે શાળાના ભૂતપૂર્વ આચાર્ય ધનજીભાઈ કાલરીયા તરફથી ધોરણ ૧ થી ૮ ના તમામ વિદ્યાર્થીઓને ફુલ સ્કેપ બુક નું વિતરણ કરવામાં આવ્યું હતું આ તકે વિદ્યાર્થીઓએ પોતાના આઠ વર્ષના આ શાળાના અભ્યાસકાળ દરમિયાનના અનુભવો વર્ણવ્યા હતા. તેમજ શિક્ષકોએ પણ વિદ્યાર્થીઓને આગળ અભ્યાસ તેમજ જીવનમાં પ્રગતિ કરી શાળા પરિવાર નું નામ રોશન કરો તેવા શુભાશિષ પાઠવ્યા હતા

ત્યારબાદ બાળકોને ભાવતા ભોજન કરાવ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના આચાર્ય સુનિલભાઈ જોશી , તેમજ શાળાના તમામ સ્ટાફ મિત્રોએ જહેમત ઉઠાવી હતી. ડોક્યુમેન્ટસ કાર્ય નરેશભાઈએ સંભાળ્યું હતું.

 

Comments
Loading...
WhatsApp chat