Billboard ad 1150*250

મોરબીમાં બઢતી સાથે બદલી પામેલા ડીવાયએસપી સહિતના અધિકારીઓનો વિદાય સમારોહ

0 503
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

મોરબીમાં બઢતી સાથે બદલી પામેલા ડીવાયએસપી સહિત ચાર પોલીસ અધિકારીના વિદાય સાથે સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં મોરબી જિલ્લા પોલીસ વડા ડો કરનરાજ વાઘેલાએ ડી.વાય.એસ.પી સહિત ચારેય પોલીસ અધિકારીને મો મીઠા કરાવી પુષ્પગુચ્છ દ્વારા સન્માન કરીને શુભેચ્છાઓ પાઠવી હતી.

Post ad 2

મોરબી જીલ્લામાં ડી.વાય.એસ.પી. તરીકે ફરજ બજાવતા બન્નો જોષીને રાજકોટ જેલ ખાતે એસ.પી.તરીકે પ્રમોશન, સી.પી.આઈ તરીકે ફરજ બજાવતા આર.કે.ઝાલા ને ડી.વાય.એસ.પીનું પ્રમોશન સુરત ખાતે તેમજ હળવદ પોલીસ મથકના પી.આઈ. એમ.આર.સોલંકી બરોડા ખાતે અને મોરબી એસ.ઓ.જી. ના પી.આઈ.સલીમ સાટીની જામનગર ખાતે બદલી થતા તેમનો વિદાય સમારોહ મોરબી જીલ્લા પોલીસ વડા કચેરી ખાતે રાખવામાં આવ્યો હતો જેમાં પ્રમોશન મેળવનાર અધિકારોને ફ્લેપ સેરમની રાખવામાં આવી હતી તો બદલી પામેલા અધિકારોની વિદાય સમારોહ યોજવામાં આવ્યો હતો જેમાં  જિલા અન્ય પોલીસ મથકમાં ફરજ બજાવતા અધિકારોઓ ઉપસ્થિત રહ્યા હતા અને જિલા પોલીસ વડા ડો.કરણરાજ વાઘેલાએ અધિકરીઓ પોતાની ફરજ દરમિયાન કરેલી કામગીરી સરાહના કરી હતી

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat