

મોરબી જીલ્લામાં નાની સિંચાઈ યોજનાના કામોમાં ભ્રષ્ટાચાર મામલે ઈજનેરે કરેલી ફરિયાદ બાદ પોલીસે નિવૃત મદદનીશ ઈજનેર અને એક ખાનગી પેઢીના પ્રોપ્રાઈટર સામે નાણા ઉચાપતની ફરિયાદ નોંધી બંને આરોપીની ધરપકડ કરી હતી અને કોર્ટે શુક્રવાર સુધીના રિમાન્ડ મંજુર કર્યા હતા જે રિમાન્ડ આજે પૂર્ણ થતા કોર્ટમાં રજુ કરતા બંને આરોપીના ફર્ધર રિમાન્ડ મંજુર કર્યા છે
મોરબી જીલ્લા પંચાયતના સિંચાઈ વિભાગના કાર્યપાલક ઈજનેર એસ.પી.ઉપાધ્યાયે આરોપી સી.ડી. કાનાણી મદદનીશ ઈજનેર અને હાલ નિવૃત તેમજ સસ્ટેનેબલ કન્ટ્રકશન મેનેજમેન્ટ રાજકોટના પ્રોપ્રાઈટર ચૈતન્ય જયંતીભાઈ પંડ્યા રહે રાજકોટએ બંને આરોપીએ નાની સિંચાઈ યોજનાના જળ સંચય કામોમાં ખોટા નકશા તેમજ ખોટા બીલો બનાવીને સરકારને મોકલીને વર્ષ ૨૦૧૭-૧૮ અને ૨૦૧૮-૧૯ ના વર્ષમાં થયેલા કુલ ૩૩૪ કામો પૈકી ૪૬ કામોમાં ગેરરીતી આચરીને ૬૬,૯૧,૭૯૨ ની રકમની સરકારી નાણાની ઉચાપત કરી હોવાની ફરિયાદ કરી હતી જે ફરિયાદ બાદ એ ડીવીઝન પીઆઈ આર જે ચૌધરીએ નિવૃત મદદનીશ ઈજનેર અને ખાનગી પેઢીના સંચાલક એ બંનેની અટકાયત કરી આરોપીને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજુ કરતા બંને આરોપીને તા. ૦૫ સુધીના પોલીસ રિમાન્ડ પર સોપવામાં આવ્યા હતા
જે રિમાન્ડ દરમિયાન એ ડીવીઝન ટીમે સ્થળ તપાસ કરનાર તમામ એટલે કે ૧૦ જેટલા અધિકારીઓનાં નિવેદન નોંધ્યા હતા અને આજે બંને આરોપીના રિમાન્ડ પૂર્ણ થતા ફરીથી કોર્ટમાં રજુ કર્યા હતા અને કોભાંડની તપાસના મુળિયા સુધી જવા હજુ વધુ પૂછપરછ માટે રિમાન્ડ માંગતા કોર્ટે ફર્ધર રિમાન્ડ મંજુર કરી આગામી સોમવાર સુધી બંને આરોપીને રિમાન્ડ પર સોપવામાં આવ્યા છે