મોરબીમાં મકાનના ભાગ બાબતે કૌટુંબિક સગાઓએ મહિલાને માર માર્યો

મોરબીના વિસીપરા વિસ્તારના રહેવાસી મહિલાએ મકાનના ભાગ બાબતે તેના કૌટુંબિક સગાઓએ માર માર્યાની ફરિયાદ નોંધાવી છે જે મારામારીની બી ડીવીઝન પોલીસે નોંધ કરી છે

વિસીપરા વિસ્તારના રહેવાસી રીટાબેન લક્ષ્મણભાઈ કોળીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે આરોપી રામજી નરભેરામ કોળી અને તેની પત્ની હીના રામજી કોળી એ બંનેએ મકાનના ભાગ બાબતે બોલાચાલી કરી ઝપાઝપી કરી ફરિયાદી મહિલાને ધક્કો મારી પછાડી દેતા ઈજા પહોંચી છે બી ડીવીઝન પોલીસે બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે

Comments
Loading...
WhatsApp chat