


મોરબીના શનાળા રોડ પરની સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી પ્રાથમિક સુવિધા આપવામાં પાલિકા તંત્ર ની નિષ્ફળ ગયું છે
મોરબી શનાળા રોડ પર આવેલ હિરલ પાર્ક સોસયટી ની મહિલાઓએ પાલિકા કચેરીએ આવી હતી અને મહિલાઓ પ્રાથમિક સુવિધાના મુદે રજૂઆત કરવા માટે આવી હતી .જોકે પદાધિકારીએ કે અધિકારી હાજર ન હોવાથી મહિલાઓએ પાલિકાના ફરિયાદી વિભાગમાં રજૂઆત કરી હતી
તેમની સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી લાઈટો બંધ, ગટરો સતત ઓવરફ્લો થાય છે અને રોડ દોઢ ખોદી નાખ્યા પછી કોઇ કામગીરી થઇ નથી.રાત્રે સ્ટ્રીટ લાઈટો ચાલુ ન હોવાથી કેટલાય લોકો ખોદેલા રોડના કારણે તેમાં પડવાનો બનાવનો પણ બન્યા છે . અને પાણી પણ સમયસર ન આવતું તેમજ કચરો લેવા પાલિકાના કર્મચારીઓ ન આવતા હોવાની ફરિયાદ કરી હતી પણ તેમના પ્રશ્નો પાલિકા કેટલા સમયમાં નિકાલ લાવશે તે તો આવનારો સમય જ કહી શકે પણ હાલ હિરલ પાર્ક સોસયટી ના લોક પાલિકા પ્રાથમિક સુવિધા ન આપતું હોવાથી પારવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે

