Billboard ad 1150*250 Billboard ad 1150*250

મજુરીના રૂપિયા મામલે શ્રમિકો-ફેક્ટરી માલિક વચ્ચે ઉગ્ર ઝઘડો, ફેક્ટરી માલિકે ફાયરીંગ કર્યું

મોરબીના પાવરીયારી નજીકની સિરામિક ફેકટરીમાં લેબર કોન્ટ્રાકટર અને ફેક્ટરી માલિક વચ્ચે ઝઘડો ઉગ્ર બન્યો હતો જેમાં લેબર કોન્ટ્રાકટર અને શ્રમિકોએ ફેક્ટરી માલિક પર હુમલો કરી દેતા વળતા જવાબરૂપે ફેક્ટરી માલિકે ફાયરીંગ કરતા બનાવમાં બંને પક્ષે કુલ પાંચને ઈજા પહોંચી છે

પવારીયારી નજીક આવેલી ઓરમ સિરામિક ફેક્ટરીમાં ગત રાત્રીના સમયે લેબર કોન્ટ્રાકટરને મજુરીના રૂપિયા લેવા બાબતે ફેકટરીના માલિક સાથે ઝઘડો થયો હતો અને બાદમાં સામસામી મારામારી અને ફાયરીંગ સુધી મામલો પહોંચ્યો હતો જે બનાવ અંગે લેબર કોન્ટ્રાકટર મનીષ રમેશપ્રસાદ બ્રાહ્મણ મૂળ બિહાર હાલ મોરબી ૨ વાળાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે આરોપી સિરામિક ફેક્ટરી માલિક મહેન્દ્ર પટેલે ફરિયાદી કિલન મજુર કોન્ટ્રાકટ હોય અને મજુરીના રૂપિયા બાબતે ઝઘડો થતા આરોપીએ ફરિયાદી તેમજ સાહેદ હેમંત મિશ્રાને હોકી વડે માર મારી ઈજા પહોંચાડી છે તેમજ આરોપીએ પોતાની રિવોલ્વર વડે ફાયરીંગ કરતા રાજકુમાર પંડિત, હેમંત અને કમલેશને ઈજા પહોંચી છે

જયારે સામાપક્ષે ફરિયાદી ફેક્ટરી માલિક મહેન્દ્ર ઝાલરિયા રહે મૂળ લુંટાવદર હાલ મોરબી અનુપમ સોસાયટીવાળા એ ફરિયાદ નોંધાવી છે કે આરોપી હેમંત મિશ્રા, રાજકુમાર પંડિત, કમલેશ રાજપૂત, અભિષેક, વિજય, હેતન કુમાર અને અજાણ્યા પાંચ થી છ ઈસમો મજુર પૈસા બાબતે બોલાચાલી કરીને ગાળો આપીને જાનથી મારી નાખવાના ઈરાદે ધોકા વડે ફરિયાદી ફેક્ટરી માલિકને માર મારી ઈજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી છે તાલુકા પોલીસે બંને પક્ષની સામસામી ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે તો ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે

Comments
Loading...
WhatsApp chat