મોરબીના દિવ્યાંગ બાળકો માટે ડ્રીમ લેન્ડમાં એક્સપોઝર વિઝીટ

 

દિવ્યાંગ બાળકો અને વાલીઓને સપનાની દુનિયાની સેર કરાવી મોરબી જિલ્લાના સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત આજે ડ્રીમ લેન્ડની એક્સપોઝર વિઝીટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દિવ્યાંગ બાળકોએ ડ્રીમ લેન્ડમાં જલસા કર્યા હતા.

સર્વ શિક્ષા અભિયાન આઈ.ઇ.ડી.યુનિટ અંતર્ગત દિવ્યાંગ બાળકોને પગભર કરવાનું,દિવ્યાંગ બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવવાનું ભગીરથ કાર્ય થાય છે જેમાં દર મંગળવારે રિસોર્સ રૂમમાં બાળકોને બોલાવવામાં આવે છે અને દિવસ દરમ્યાન આ બાળકોને વિવિધ પ્રવૃતિ કરાવવામાં આવે છે

જેમાં આજે ડ્રિમલેન્ડ ફન રિસોર્ટ વિરપર ખાતે ૬૫ જેટલા દિવ્યાંગ બાળકો અને ૬૫ જેટલા વાલીઓ માટે એક્સપોઝર વિઝિટનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સમગ્ર દિવસ દરમ્યાન બાળકોને વિવિધ રાઇડ્સમાં બેસાડવાનમાં આવ્યા સ્વાદિષ્ટ ભોજન પણ આપવામાં આવ્યું. ડ્રિમલેન્ડના સંચાલકો દ્વારા દિવ્યાંગ બાળકો માટે વિનામૂલ્યે પોતાની સપનાની ભૂમિ ડ્રિમલેન્ડ દરવાજા ખુલ્લા મૂકી દીધા હતા.

ડ્રીમ લેન્ડમાં દિવ્યાંગ બાળકોએ વિવિધ રાઈડસની મોજ માણી હતી અને અંદર ચાલતા જાદુના ખેલ, રાજસ્થાની નૃત્યની મોજ તમામને કરાવી હતી દિવસ દરમ્યાન આ તમામ બાળકો કુદરતે આપેલી અધરૂપને ભૂલીને ખૂબ જ આનંદ માણ્યો હતો. તમામને પ્રેરણા અને પ્રોત્સાહન પૂરું પાડવા માટે બી.એંન.દવે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, દિનેશભાઈ વડસોલા સહિતનાએ હાજરી આપી હતી અને આ કાર્યક્રમને સફળ બનાવવા પન્નાબેન રાઠોડ બી.આર.પી.આઈ.ઇ.ડી.એ જહેમત ઉઠાવી હતી

 

Comments
Loading...
WhatsApp chat