

મોરબી શહેરમાં હજુ મેઘરાજા મન મુકીને વરસ્યા નથી માંડ થોડોઘણો વરસાદ જ વરસ્યો છે જોકે વરસાદે તંત્રની પોલ જરૂર ખોલી નાખી છે વીજતંત્ર દર વર્ષે પ્રી મોન્સૂન કામગીરીના બણગા ફૂંકવામાં આવે છે પરંતુ ગત રાત્રીના કાલિકા પ્લોટમાં એક ટીસીમાં ધડાકા અને ભડાકા થયા હતા
મોરબીના કાલિકા પ્લોટ શેરી નં ૨ માં આવેલા એક ટીસીમાં ગત મોડી સાંજના સમયે ટીસીમાં ઓચિંતા ભડાકા થવા લાગ્યા હતા વગર વરસાદે ટીસીમાં બ્લાસ્ટ થયા હતા અને લગભગ ૨૦ થી ૨૫ મિનીટ સુધી ટીસીમાં દિવાળીના ફટાકડા ફૂટતા હોય તેમ ભડાકા થતા રહયા હતા જેથી લત્તાવાસીઓના જીવ ટાળવે ચોંટયા હતા જોકે સદનસીબે કોઈ જાનહાની કે અકસ્માત થયો નથી પરંતુ ટીસીમાં ભડાકાને પગલે અશાંતિ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને બાદમાં તંત્ર દ્વારા આવીને વીજ પુરવઠો પુનઃ શરુ કરવામાં આવ્યો હતો
પરંતુ ટીસીમાં આવા ભડાકાથી કોઈ જાનહાની કે અકસ્માત સર્જાય તો જવાબદારી કોની ? તેવા સવાલો અહી ઉપસ્થિત થઈ રહ્યા છે ચોમાસાના પ્રારંભે જ વીજતંત્રની પોલ ખુલી ગઈ હતી અને શહેરના મોટાભાગના વિસ્તારોમાં વીજ પુરવઠો વારંવાર ખોરવાઈ જતો હતો જોકે બાદમાં મેઘરાજાએ વિરામ લીધા બાદ પણ તંત્રને કામગીરી કરવાનું મુર્હત મળ્યું નથી જેથી આવી ઘટના ઘટી રહી છે
જુઓ ટીસીમાં ધડાકા-ભડાકાનો વિડીયો……..



